ગુજરાતનું કહેવાતા પાટનગરમાં અડધી રાત્રે દેશી ,ઈંગ્લીશ દારૂ મળે ,ડીલિવરી પણ ઘરે બેઠા થઈ જાય, દવા ન મળે, ત્યારે રાત્રે 9:30 વાગ્યા બાદ સિવિલમાં એક પણ દવાની દુકાને ખંભાતી તાળા જોવા મળે છે અને જેનેરીક સ્ટોરમાં એક દિવસ ચાલુ રહે એક દિવસ બંધ રહે તેવો ઘાટ છે, ત્યારે જેનેરીક સ્ટોર દ્વારા જણાવેલ છે કે અમારી પાસે સ્ટાફ નથી, ત્યારે સિવિલના સત્તાધીશો એ જે જગ્યા આપી છે ,તો બીજી કંપનીને માન્યતા આપો ,જે 24 કલાક ચાલુ રાખી શકતો હોય ,ત્યારે અનેક દર્દીઓની કફોડી હાલત આ પ્રશ્ને થઈ ગઈ છે, ત્યારે ઘર -૩ પાસે આવેલા વાવોલ જવાના રસ્તે બનેલી નમોસ્તુતે હોસ્પિટલ ની દવા ની દુકાન 24 કલાક ચાલુ રહેતા ત્યાં જવું પડે છે ,ત્યારે GJ- 18 સિવિલમાં અડધી રાત્રે દારૂની ડીલિવરી ઘરે બેઠા ઓનલાઈન થઈ જાય પણ દવા ના મળે જેવો ઘાટ છે,
ઉત્તરના એમએલએ રીટાબેન પટેલ દ્વારા આ મુદ્દે ગંભીરતા લઈને તેમણે પત્ર પાઠવીને સત્તાધીશોને પણ લખ્યું હતું ,ત્યારે ખરેખર જોવાl જઈએ તો સિવિલમાં શરૂ થાય અને 24 કલાક દવાની દુકાન શરૂ રહે તે માટે પ્રયત્ન કરો તે જરૂરી છે ,બાકી આ મહિલા એમએલએની જવાબદારી એકની નહીં, જવાબદારી મનપાના તમામ હોદ્દેદારો, નગરસેવકોએ પણ આ પ્રશ્ને ગંભીરતા લેવાની જરૂર છે, મેયર શ્રી આ પ્રશ્ન કંઈક કરો ,એમએલએ રીટાબેને તો પીપૂડી વગાડી અને નમોસ્તુતે હોસ્પિટલ (સિવિલ)ખાતે પાછળના ભાગે 24 કલાક હાલ દવાની દુકાન ચાલુ રહે છે, તેમની પીપૂડી વાગી, હવે મેયર શ્રી તથા હોદ્દેદારો અને નગર સેવકો રીટાબેનની પીપૂડી બાદ બધા ભેગા મળીને પીપુડો વગાડો એટલે સત્તાધીશો સિવિલથી લઈને ફુડ એન્ડ ડ્રગ્સ ના જે અધિકારીઓ જે દવાની દુકાનનું લાઇસન્સ આપે છે, તેમને કહો અને બધા ભેગા મળીને પીપુડો વગાડશો તો તંત્રના બહેરા કાન સાંભળતા થશે ,બાકી આ પ્રશ્ન તમામ દર્દીઓના સગાઓ ,નગરજનોનો છે, ત્યારે સિવિલમાં જેનેરીક સ્ટોર છે, તે પણ રાત્રે 9:00 વાગે બંધ થઈ જાય છે, એક દિવસ 24 કલાક ચાલુ રાખે, બીજા દિવસે બંધ ,કંઈક કરો ભાઈ…દર્દીઓની દવા વગર રાત્રે કફોડી હાલત થાય છે.
બોક્સ
રીટાબેનની પીપૂડી વાગી એટલે નમોસ્તુતે ખાતે 24 કલાક દવાની દુકાન કાર્યરત થઈ ,પણ ફક્ત જવાબદારી ફક્ત એમ.એલ.એ ની જ છે? મનપાના સત્તાધીશો, નગરસેવકો ની જવાબદારી શું ? હવે મનપાના સત્તાધીશો, નગરસેવકો પીપૂડી નહીં પીપડો વગાડો એટલે બહેરા તંત્રને સંભળાતુ થાય, પ્રજાના પ્રશ્ને આટલું કરો, ગંભીર પ્રશ્ને ગંભીરતા લો ,તેવુ પ્રજાનું મંતવ્ય છે.