અમદાવાદ
AMC મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, એસ્ટેટ, સીટી પ્લાનીંગ, હેલ્થ-મેલેરીયા ખાતુ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી અને હોસ્પિટલ કમિટીના કામોને મંજુરી આપી હતી.એસ્ટેટ ખાતા દ્વારા રજૂ થયેલ કામમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગર ગાર્ડન સામે આવેલ ટી.પી.સ્કીમ નં. ૨૩(વેજલપુર પ્રહલાદનગર) + ૨૫(વેજલપુર), ફા.પ્લોટ નં.૬ (જુનો ફા.પ્લોટ નં.૧૧૭) + ફા.પ્લોટ નં.૧૦ માં “મલ્ટીલેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષ” ની દુકાનો અને ઓફિસો માટે મલ્ટી લેવલ પાર્કિંગ એન્ડ કોમર્શિયલ કોમ્પલેક્ષનાં ગ્રા. ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર તથા ફિફ્થ ફ્લોરથી એઈડ્થ ફલોરની તબદીલ કરવા પાત્ર કોમર્શિયલ બાંધકામના ક્ષેત્રફળ માટે વરાડે પડતી જમીન કિંમત અને બાંધકામના ખર્ચ તથા તબદીલ કરવા પાત્ર કોમર્શિયલ બિલ્ટઅપ એરીયા મુજબ ભારાંક પ્રમાણે ગણતરી કરી તે આધારે કુલ તળિયાની કિંમતને અનુલક્ષમાં રાખીને દુકાન/ઓફિસ/ વાણિજ્ય મિલકત/સ્પેસ ને ઉપરદળે વેચાણથી ટેન્ડર કમ હરાજીથી નિકાલ/તબદીલ કરવાની કાર્યવાહી કરવાના કામને મંજુરી, હેલ્થ મેલેરીયા ખાતા દ્વારા રજૂ થયેલ કામમાં શહેરના વિવિધ ઝોનોમાં મચ્છરજન્ય રોગોને અટકાવવા સારૂ પોર્ટેબલ ફોગીંગ મશીન ધરાવતી એજન્સીઓ પાસેથી મહત્તમ કુલ ચાર માસ માટે રૂા. ૪૬૦ લાખના ખર્ચની મર્યાદામાં કામગીરી કરાવવાના કામને મંજુરી,વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં નવા સમાવેશ થયેલ બોપલ-ઘુમા વિસ્તારમાં જુદી જુદી સોસાયટીમાં ડ્રેનેજ લાઇન નાંખવા માટે રૂા. ૯૨ લાખથી વધુના કામને મંજુરી , ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં નવા બની રહેલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ફેઝ-૧ ના લેબર કામ માટે રૂા. ૧૨૭ લાખથી વધુના કામને મંજુરી ,રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ્સ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જુદા જુદા ટી.પી. રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટના કામો તેમજ સ્ટ્રીટલાઇટ સુધારણાના કામો કરાવવા “સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ ઓફ સ્ટ્રીટલાઇટીંગ સીસ્ટમ વીથ કમ્પલીટ ઇલેકટ્રીકલ એન્ડ મીકેનીકલ એસેસરીઝ સાથેનો ટર્ન-કી બેઇઝ કામગીરી અંદાજીત રૂા. ૧૫૦ લાખની મર્યાદામાં કરવાના કામને મંજુરી ,
ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં શીલજ ગામમાં આવેલ શીલજ સ્મશાનગૃહને ડેવલપ કરવાના તેમજ જરૂરીયાત મુજબના સિવિલ કામ કરવા માટે રૂા. ૧૪૫૧ લાખથી વધુના કામને મંજુરી, દક્ષિણ પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં આવેલ બાકરોલ પાંજરાપોળમાં વધારાના નવા શેડ બનાવવા તથા અન્ય સિવીલ વર્ક કરવા માટે રૂા. ૬૯૯ લાખથી વધુના કામને મંજુરી,પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં જુદી જુદી સોસાયટીઓમાં ઇન્ટરલોકીંગ પેવર બ્લોક નાંખવા માટે રૂા. ૩૩ લાખથી વધુના કામને મંજુરી, મધ્ય ઝોન તથા ઉત્તર ઝોનના રોડ ઉપરના જંકશનો ઉપર ડબલ હેંગીગ, ફલેપ ટાઇપ ડબલ સાઈડે રેટ્રો રીફલેકટીવ અને સીંગલ ફ્લેગ ટાઇપ કેન્ટીલીવર ડબલ સાઇડેડ રેટ્રો રીફલેકટીવ પ્રકારના ડાયરેકશન સાઇડ બોર્ડ લગાવવાના કામ માટે રૂા. ૬૦ લાખથી વધુના કામને મંજુરી,ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં જુની તોડેલ આંગણવાડીની જગ્યાએ તથા વસ્ત્રાપુર ગામમાં આવેલ જુની જર્જરીત આંગણવાડી તોડી નવી આંગણવાડી બનાવવા માટે રૂા. ૩૮ લાખથી વધુના કામને મંજુરી ,પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલ કેશવનગર વિસ્તારમાં ફૂટપાથ માટે ઇન્ટરલોકીંગ પેવર બ્લોક લગાવવા માટે રૂા. ૫૩ લાખથી વધુના કામને મંજુરી, સી.એન.સી.ડી. વિભાગ દ્વારા તાકીદના કામ તરીકે રજૂ થયેલ રોડ, જાહેર સ્થળોએ રખડતાં પશુઓનો ત્રાસ અટકાવવા તેને સંબંધિત પ્રશ્નોના કામયી નિકાલ લાવવા વિવિધ પગલાં ભરવા સહિત વિવિધ સર્વગ્રાહી બાબતો તથા પગલાંઓનો સમાવેશ કરતી કેટલ ન્યુસન્સ કંટ્રોલ પોલીસી – ૨૦૨૩ની અમલવારી કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવા સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાના રજૂ થયેલ કામમાં સૂચિત લાયસન્સ ફી અને પરમીટ ફીમાં ઘટાડો કરી મંજુરી આપવામાં આવી હતી.