B.Sc નર્સિંગ કૌભાંડની હક્કીકત અને વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કૌંભાડમાં ભીનું સંકેલવાની નીતીનો પર્દાફાશ ? : એનએસયુઆઈ

Spread the love

૭૨ કલાક જેટલો સમય થયો હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ નહિ તેથી તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગ : યુનિવર્સિટીના સ્ટાફ તેમજ પરીક્ષાના કો-ઓર્ડીનેટરની પૂછપરછ પણ કરવામાં આવી નથી : એસેસમેન્ટ સેન્ટરમાં કોના ઇશારે CC T.V બંધ કરવામાં આવ્યા હતા

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયા અને એનએસયુઆઈના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે B.Sc નર્સિંગમાં ૭૦% થી વધારે ગુણ પ્રાપ્ત કરવાવાળા વિદ્યાર્થીને ડાયરેક્ટ કોમ્યુનીટી હેલ્થ ઓફીસર (CHO) માં સમાવેશ થાય છે એટલે કે સીધો સરકારી નોકરીમાં કરાર આધારિત નિમણૂંક થાય છે.B.Sc નર્સિંગમાં ૭૦% થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને વિદેશ જવા માટે UK NARIC ની પરીક્ષા આપવાની રહેતી નથી. સમગ્ર કૌંભાડમાં વિદ્યાર્થીઓ કોરું પેપર મૂકીને આવે અને પુરવણીના પ્રથમ અને છેલ્લા પાના પર ચોક્કસ નિશાની કરવામાં આવતી હતી.ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી આ પુરવણીઓ રાત્રે અલગ કરી પોતાના એજન્ટ (દલાલ)ને આપવામાં આવતી હતી. રાત્રે વિદ્યાર્થીઓને કોઇ ચોક્કસ સ્થળ પર બોલાવી આખ ઉપર પટ્ટી બાંધીને કોઇ ચોક્કસ સ્થળ પર લઇ જવામાં આવતા હતા. ચોક્કસ જગ્યાએ લઇ ગયા બાદ વિદ્યાર્થીઓની હાજરીમાં તેમની પુરવણી પર લગાવેલું ખાખી સ્ટીકર ફાડી તેમનો સીટ નંબર બતાવી તેમને ૪ કલાક નો સમય આપી જેટલું લખવું હોય તે લખવા દેવામાં આવતું હતું.ત્યારબાદ વહેલી સવારે ઉપરોક્ત બધી પુરવણીની નંબરીગ થાય તે પહેલા એસેસમેન્ટ સેન્ટરમાં જમા કરાવી દેવામાં આવતી હતી.સમગ્ર કૌંભાડ બહાર આવ્યું છે તેની જાણ વિદ્યાર્થીઓને ન હોવાથી ૧૧મી તારીખે પણ લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પેપર કોરૂં મૂકેલ છે.સમગ્ર કૌંભાડ આચરવામાં વિદ્યાર્થી પાસેથી ૧ થી ૧.૫૦ લાખ પેપર દીઠ લેવામાં આવતા હતાં ! આમાં યુનિવર્સિટી અને સરકારે આપવો જોઇએ.સમગ્ર કૌભાડ બહાર આવ્યાના ૭૨ કલાક જેટલો સમય થયો હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ થઇ નથી.હજી સુધી ધરપકડ તો દૂર પરંતુ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા યુનિવર્સિટીના સ્ટાફ તેમજ પરીક્ષાના કો-ઓર્ડીનેટરની પૂછપરછ પણ કરવામાં આવી નથી.જે વિદ્યાર્થીઓની પૂરવણી ગાયબ થઇ તેઓને પણ ઉલટ તપાસ માટે એકપણ વાર બોલાવવામાં આવ્યા નથી.એસેસમેન્ટ સેન્ટરમાં કોના ઇશારે CC T.V બંધ કરવામાં આવ્યા હતા તેની પણ કોઇ તપાસ કે પૂછપરછ કરવામાં આવી નથી.

તા.૧૧ જુલાઇના રોજ પરીક્ષા નિયામક કલ્પેન વોરા સાહેબની હાજરીમાં સંપૂર્ણ પુરવણીઓ તપાસતા હાજરી રીપોર્ટ સાથે પુરવણીઓની સંખ્યા સરખાવતા ૨૮ પુરવણીઓ ગાયબ હતી તે તમામનો સીટ નંબર વાળો રીપોર્ટ અમોને આપવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી શા માટે તપાસમાં રસ દાખવતી નથી અને જરૂરી માહિતી અને પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરતી નથી. B.Sc નર્સિંગ કૌંભાડમાં અમે માંગણી કરીએ છીએ કે, તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com