ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર
મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપેઃ નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી
અમદાવાદ
ગરીબ વિરોધી ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, સીલીન્ડર, તેલ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ આસમાને પહોચ્યા જ છે હવે તો રસોઈમાં વપરાતા મસાલામાં થતા અસહ્ય ભાવ વધારા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે અચ્છે દિન, અમૃતકાળ જેવા નીતનવા માર્કેટિંગ માટેના નામો અને નારાથી સામાન્ય-મધ્યમ વર્ગના લોકોનું પેટ ભરાતું નથી. રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. ભાજપ સરકારના લુંટકાળમાં જાનલેવા મોંઘવારીમાં જનતાની બચત પર રોજ લુટ ચાલી રહી છે. દૂધ, દહીં, ધી, ચા, ખાંડ સહીતની રોજીંદા જીવનની ખાવાપીવાની ચીજવસ્તુઓ તો અસહ્ય મોઘી થઇ જ છે તેની સાથે સાથે ગૃહિણીના રસોડામાં આગ લાગી હોય તેમ મસાલાઓમાં પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં જુદા જુદા મસાલામાં ૨૫ ટકાથી લઈને ૪૦ ટકા સુધીનો ભાવ વધારો થયો છે. જાન્યુઆરીમાં ૩૫૦-૩૩૫ રૂપિયે કિલો મળતું જુરું હાલ ૬૭૫-૭૦૦ રૂપિયે કિલો, લાલ મરચું ૨૨૦-૨૫૦થી વધીને ૩૨૫- ૩૫૦ અને લવિંગ ૭૦૦-૮૦૦ રૂપિયે કિલો મળતું હતું એ આજે ૧૦૦૦-૧૧૦૦ પ્રતિકિલોને પાર થયું છે. આ સિવાય ધાણા, હળદર, સુંઢ, વરિયાળી, મેથી, અજમો, અને મરી સહીતના રોજીંદા વપરાશના મસાલામાં અસહ્ય ભાવ વધારાએ ગૃહિણીનું બજેટ ખોરવી નાખ્યું છે. ભાજપ સરકારના અણઘડ વહીવટ અને સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી નીતિઓને કારણે ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને નાના ઉદ્યોગો-વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.મોઘવારી દુર કરવાના વચનો આપનારી ભાજપ સરકારએ સાત વર્ષમાં કયાંય ભાવ ઘટાડો કર્યો નથી. મોંઘવારીથી પીડામાંથી બહાર આવવા ભાજપ સરકારે વક્તવ્યને બદલે ‘કર્તવ્ય’ પર ધ્યાન આપે તો કઈક અંશે નાગરીકોને રાહત મળશે. માત્ર મોટી મોટી વાતો અને રૂપાળા સુત્રોથી રાહત નહિ મળે. લુંટકાળમાંથી રાહત માટે ભાજપ સરકાર સત્વરે નક્કર પાગલ ભરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.