લારી નંગ-૯, બોર્ડ/બેનર- ૩૭ નંગ તેમજ ૮-રસ્તા ઉપર પાર્ક કરેલ વાહનોને લોક મારેલ તથા અન્ય સાધન સામગ્રી આશરે નંગ-૪૮ દબાણ ગાડીમાં ભરી સિધું ભવન દબાણ ગોડઉનમાં જમા કરાયા: ઓન ગોઇંગની કુલ-૧૮ મલેરિયા વિભાગ સાથે રહીને સાઈટનું ઇન્ફેકશન
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં જાહેર રોડ પરનાં દબાણ જંકશન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની તથા જાહેર રોડ ઉપર સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ડે.મ્યુનિકમિશનરશ્રી (ઉત્તર પશ્ચિમ ઝોન)ની માર્ગદર્શન હેઠળ આજ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં
દબાણ દૂર કરવાની કાર્યવાહી ભાગરૂપે
ઘાટલોડિયા વોર્ડ :- ઉમિયા હોલ પાસે રેલ્વેની જગ્યામાં રેલ્વેના મદદમાં રહીને ૨૨-ઝુપડા તેમજ પરચુરણ માલ સામાન દુર કરી પ્લોટ ખુલ્લો કરાવેલ
ગોતા વોર્ડ :- સાયંસ સીટી રોડ તથા કેનાલ રોડ થઈ ડિવાઈન સુધીનો રસ્તા પર દબાણ દુર કરેલ,
ચાંદલોડીયા વોર્ડ :- વન્દેમાતરમ થી એસ.જી.હાઇવે સેર્વિસ રોડ થઇ ડમરૂ સર્કલ સર્કલ થઇ સત્યમેવ વિસ્ટારોડ પરનાં દબાણ દુર કરેલ. –
થલતેજ વોર્ડ :- ટી.પી.સ્કીમ નં.૨-ઘુમા ફા.પ્લોટ નં.૬/૬/૨ માં ગેરકાયદેસર બાંધકામ દુર કરેલ. તેમજ શીલજ સર્કલ થઇ હેબતપુર રોડ થઇ ઝાયડસ ચાર રસ્તા પરનાં દબાણ દુર કરેલ.
બોડકદેવ વોર્ડ :- પકવાન ચાર રસ્તા થઇ શિવરંજની ચાર રસ્તા થઇ વસ્ત્રાપુર તળાવ ફરતે NFD સર્કલ થઇ ગુરુદ્વારા સર્વીસ સુધીના રોડ પરનાં દબાણ દુર કરેલ વહીવટી ચાર્જ પેટે રૂ.૧૮૦૦૦ વસુલ કરવામાં આવેલ છે
આમ ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન લારી નંગ-૯, બોર્ડ/બેનર- ૩૭ નંગ તેમજ ૮-રસ્તા ઉપર પાર્ક કરેલ વાહનોને લોક મારેલ તથા અન્ય સાધન સામગ્રી આશરે નંગ-૪૮ દબાણ ગાડીમાં ભરી સિધું ભવન દબાણ ગોડઉનમાં જમા કરાવવામાં આવેલ છે.ઓન ગોઇંગની કુલ-૧૮ મલેરિયા વિભાગ સાથે રહીને સાઈટનું ઇન્ફેકશન કરેલ.ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટ પર રોડ ઉપર આવતી માટી સંદર્ભે સાઈટોને નોટીસ પાઠવી વહીવટી/દંડ વસુલ કરાવેલ છે.