GJ-18 ની સિવિલમાં સુધારો મહદઅંશે થયો છે. ત્યારે ઓ.પી.ડી. જે નવી બિલ્ડીંગ છે ,ત્યાં ભોયરામાં સિવિલનું કબાડીમાંનું ઞણો કે ભંગારવાડોય , આ ભોયરામાં ઠલવવામાં આવ્યો છે, ત્યારે હમણાં જ વરસાદી પાણી ભરાયા હતા, અને પાઇપ લીક હોવાથી ગટરના પાણી પણ ભરાયા હતા, ત્યારે અંદર સાફ-સફાઈ પણ કરવી કેમ? જવાય એવો કોઈ રસ્તો જ નથી, હમણાં જ સિવિલના ભોયરામાંથી પાણી તો બહાર કાઢ્યું પણ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે, બિલ્ડરો, જીઆઇડીસી, સાઇટો પર જે મચ્છરોના પોરા મળ્યા છે, તેના કરતાં મોટા ટેબા જેવા લોકોનું લોહી પીને તગડા બનેલા મચ્છરો અહીંયા જોવા મળી રહ્યા છે,
હમણાં જ ઋષિકેશ પટેલ (કેબિનેન્ટ આરોગ્ય મંત્રી)એ મુલાકાત લીધી હતી, ત્યારે હવે ઋષિકેશભાઇ આપ પધારો ત્યારે આ કબાડીખાના ઉપર નજર નાખજો, જેથી રોજબરોજ હજારો દર્દીઓ બીમારી દૂર કરાવવા આવતા હોય અને નવી બીમારી મચ્છરજન્ય રોગની લઈને જાય છે.ભોયરામાં સાફ-સફાઈ પણ થઈ શકે તેમ નથી, ત્યારે Gj- 18 મનપા સિવિલને દંડ ફટકારશે કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે ,પોરા જોઈએ એટલા મળી જશે, મચ્છરોનું પ્રોડક્શન પણ અહીંથી વધી ગયું છે ,ત્યારે મનપાને ભાવ ભર્યું આમંત્રણ છે કે આવો, પધારો પોરાના નમૂના લઈ જાઓ,
બોક્સ
સિવિલ પાણી જન્યો રોગો તથા મચ્છર પ્રેરિત રોગોથી ઉભરાઈ ,પણ સિવિલના ભોયરામાં મચ્છરજન્ય રોગોનું પ્રોડક્શન જથ્થામાં દેખાઈ રહ્યું છે, ભોયરામાં પાણી ભરાતા પાણીનો નિકાલ કરવો પણ ત્યારે તકલીફ ભર્યો છે, ત્યારે સિવિલ નો મોટાભાગનો ભંગાર વાડો અહીંયા ઠલવવાથી મચ્છરોના પોરા જથ્થાબંધ મળી રહ્યા છે, મનપા સિવિલમાં તપાસ કરાવે તે જરૂરી,