GJ-18 જિલ્લા એવા માણસા, દહેગામ, કલોલ, અને ગાંધીનગરમાં નાની મોટી પકોડીની 1200 થી વધારે લારીઓ છે, ત્યારે મિનિમમ 1,500 નો વકરો ગણવામાં આવે તો દરરોજની 18 લાખની નગરજનો પકોડી ખાઈ જાય છે, ત્યારે રજાના દિવસોમાં તો તડકો પડે છે, જે રજાના દિવસોમાં ધંધો ડબલથી ત્રીપલ થઈ જાય છે, પણ એવરેજ ગણવામાં આવે તો એક લારી દીઠ પંદરસો રૂપિયા નો વકરો ગણીએ તો 18 લાખની રોજની પકોડી ખવાય છે, જે મહિને પાંચ કરોડ 40 લાખની પકોડી સ્વાહા, Gj- 18 ના નગરજનો કરી જાય છે અને હા ,મોટી હોટલો થી લઈને મોંઘીદાટ વેચાતી પકોડીની એવરેજ ગણીએ તો GJ-18 પકોડી પહેલવાન બન્યું છે, ઘરેથી મહિલાઓ માર્કેટમાં શાક લેવા આવે તો સૌથી વધારે ભીડ પકોડીની લારીએ જોવા મળશે,
Gj -18 ના માણસા, કલોલ, દહેગામ થી લઈને Gj- 18 શહેરમાં પણ પકોડીનો જે પહેલા ચશ્કો હતો, તેના કરતાં વધારે લાગ્યો છે ,હવે પકોડીમાં ટેસ્ટ પણ નવા આવ્યા છે, ત્યારે ગ્રાહકોની આકર્ષવા મિનરલ વોટરની પકોડી ના બોર્ડ જોવા મળે છે, ત્યારે પકોડીના બિઝનેસમાં રોજ પકોડી અમદાવાદથી લઈને અન્ય તાલુકાઓમાં માલ સપ્લાય કરવામાં આવે છે ,ત્યારે હવે ગુજરાતીઓ અને ભણેલો વર્ગ પણ આ ધંધામાં જમ્પલાવીને અનેક વેપારીઓ પકોડીઓની વેચાણમાં મૂકી છે, લગ્ન પ્રસંગે ઓર્ડર હોય તો સૌથી વધારે ભીડ પકોડીની લારીએ જોવા મળશે, ત્યારે GJ- 18 બન્યું પકોડી પહેલવાન…કારણ કે દરરોજની એવરેજ પકોડી 18 લાખ ખવાતી હોય તો મહિને આંકડો કરોડોમાં પહોંચે છે, પણ જ્યાં પકોડી બને છે ,ત્યાં એકવાર જુઓ તો પકોડી ખાવાની ભૂલી જાય, પણ આરોગ્ય સામે રોજગારીનો પણ પ્રશ્ન છે એટલે ભલેને લોકો વાસી, ગંધાતી વસ્તુઓ ખાતા ,પણ આનો ચસ્કો બહુ જ છે, તે શાકમાર્કેટથી લઈને પ્રસંગોમાં ત્યાં જ ભીડ દેખાય….
GJ-18 બન્યું પકોડી પહેલવાન, જિલ્લામાં પકોડી ખાનારાઓની સંખ્યા સતત વધારો, હવે તો અવનવી વેરાઈટી સાથે મિનરલ વોટરના બોર્ડ મારીને પકોડી વેચી રહ્યા છે,
પકોડી જ્યાં બનાવવામાં આવે છે તે જોવામાં આવે તો ભલભલા પકોડી ખાતા બંધ થઈ જાય, બાકી બીમાર પડે, ખાટલામાં પડે ત્યારે વાત સાચી લાગે, બાકી કાંઈ ના થાય,