લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો પર ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે પુખ્તવયના પાત્રો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવુ હાઈકોર્ટનું અવલોકન છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે જણાવ્યુ છે. તમે પુખ્તવયનું હોય તો લગ્નની લાલચે સરેન્ડર ન કરી શકો તેવું પણ હાઈકોર્ટે જણાવ્યુ છે. અમદાવાદમાં રહેતા અલગ અલગ રાજ્યના પાત્રો વચ્ચે સંબંધ બંધાયા બાદ આ અંગે ફરિયાદ નોંધાવાઇ હતી. લગ્ન સહિત લોભામણી લાલચો આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાના મહિલાએ આક્ષેપૉ કર્યો હતો. પ્રથમ વખત ફરિયાદ બાદ સમાધાન થતા મહિલાએ ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમ સંબંધ બાદ ફરી લગ્નની લાલચે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.