રાજ્યમાં નશાકારક પદાર્થ પ્રતિબંધ હોવા છતા અવારનવાર બરામત થતા હોય છે. ત્યારે ભૂજના માધાપર પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ફાયરિંગ કરી કારમાં જતા 5 શખ્સોને 2 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. ભુજ SOG અને LCBએ 2.10 કરોડની કિંમતનું 420 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ ઝડપાયેલા 5 આરોપી પંજાબના તરનતારન વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે. આ તમામ શખ્સો સામે પંજાબમાં ગંભીર ગુના નોંધાયેલા છે. આ ઝડપાયેલા શખ્સો ડ્રગ્સનો જથ્થો કચ્છમાં કોને આપવાના હતા તેની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના સંપર્કો અંગે વધુ તપાસ હાથ ધરી છે.