રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ રાહુલ ગાંધીની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી કાઢી નાખવામાં આવે છે.
વર્ષ 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવી અને બે વર્ષની સજા સંભળાવી હતી. મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ સજા પર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી હતી
2019 માં, કર્ણાટકના કોલાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે, રાહુલ ગાંધીએ મોદી સરનેમને ચોરો સાથે જોડતી ટિપ્પણી કરી હતી. નીરવ મોદી વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે?