ભાજપના 8 જણાને 6 વર્ષ માટે પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દુર કરાયા

Spread the love

સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચૂંટણી મામલો હાલ ચર્ચાનું વિષય બન્યો છે. આવતીકાલે 6 ડિરેક્ટર્સ માટેની મતદાન થવાના પૂર્વે મેન્ડેટના વિરોધમાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે. 18 ડિરેક્ટર્સ માટે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા., પરંતુ તેમાંથી 12 ડિરેક્ટર્સ બિનહરીફ થતા 6 માટેની ચુંટણીનું મતદાન યોજવાનું છે. ઇડરમાંથી ભાજપના મેન્ડેટ આપેલ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પરત ન લેતા ભાજપ પક્ષ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. ભાજપ દ્વારા 8 ઉમેદવારોને પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. ભાજપના 8 જણાને 6 વર્ષ માટે પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી દુર કરાયા છે. આ કિસ્સામાં સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની ચૂંટણીને લઈને પક્ષ વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને સાબરકાંઠા જિલ્લા ભાજપએ તાત્કાલિક ધોરણે પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે. જો કે જિલ્લા ભાજપનાં પ્રમુખ દ્વારા ભાજપના સહકારી નેતાઓને સસ્પેન્ડ કરાતા અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની ચૂંટણીમાં 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીએ આ 8 ઉમેદવારો ને મેન્ડેટ ના આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

સસ્પેન્ડ કરેલ ઉમેદવારોનાં નામ

  • કનૈયાભાઈ ગોપાલભાઈ પટેલ
  • ભોગીભાઈ ગિરધરભાઈ પટેલ
  • વિઠ્ઠલભાઈ છગનભાઇ પટેલ
  • અશોકભાઈ રેવાભાઈ પટેલ
  • ભીખાભાઈ વિરચંદભાઈ પટેલ
  • હેમંતભાઈ નચ્છાભાઈ પટેલ
  • સતીશ હીરાભાઈ પટેલ
  • કાંતિભાઈ મણીભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *