આજે સમગ્ર દેશમાં વિધાનસભા ક્ષેત્રે ભાજપ સંગઠન દ્વારા ટિફિન બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું , કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાના ત્રણેય વોર્ડ નવા વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વૉર્ડના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે ટિફિન બેઠકમાં સહભાગી થવાનો સૌભાગ્ય મળ્યો છે : ધર્મેન્દ્ર પ્રધાન
અમદાવાદ
આજ રોજ કર્ણાવતી મહાનગરમાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાની ટિફિન બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન , પ્રદેશ મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલા, પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક, વિસ્તારના ધારાસભ્ય અને મહાનગરના મહામંત્રી જીતુભાઇ પટેલ, પ્રદેશ સોશિઅલ મીડિયાના પ્રભારી પંકજભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સંગઠનમાં એક નવીન ઉપક્રમ ટિફિન બેઠકની શરૂઆત કરી હતી. આજે 16મી જુલાઈના રોજ સમગ્ર દેશમાં વિધાનસભા ક્ષેત્રે ભાજપ સંગઠન દ્વારા ટિફિન બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું તે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા વિધાનસભાના ત્રણેય વોર્ડ નવા વાડજ, નારણપુરા અને સ્ટેડિયમ વૉર્ડના કાર્યકર્તાશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે ટિફિન બેઠકમાં સહભાગી થવાનો સૌભાગ્ય મળ્યો છે. ટિફિન બેઠક પૂર્વે સંગઠનાત્મક કાર્યક્રમો તેમજ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ આ પ્રકલ્પ એ સમરસતા,પરિવાર ભાવનાનો સંચાર કરે છે. આ પ્રસંગે વિધાનસભમાં સમાવિષ્ટ નારણપુરા વોર્ડ, નવા વાડજ અને સ્ટેડિયમ વૉર્ડના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહી પોતાના ઘરેથી લાવેલ “ટિફિન”માં સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું.