પ્રદૂષણ ફેલાવતી રજિસ્ટર્ડ ફેક્ટરીઓના આંકડામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે :  ગુજરાત માં ૪૬૦૫ ફેક્ટરી સરકારના પર્યાવરણના નિયમોને અનુસરતી નથી 

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા     પાર્થિવરાજસિંહ કઠવાડિયા

ગુજરાત સરકારે માત્ર ૪ ફેક્ટરી ઉપર કાયદાકીય પગલાં લીધા છે, ૯૬૫ ફેક્ટરી ઉપર શું પગલાં લેવા તે હજી નક્કી નથી કરી શક્યા :  સાબરમતી ભાદર જેવી અનેક નદીઓ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત છે. પ્રદૂષણ થી લોકો ને ગંભીર બીમારીઓ થઈ શકે છે

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા  પાર્થિવરાજસિંહ કઠવાડિયા જણાવ્યું કે ગુજરાત રાજ્ય ની સરકાર પ્રદૂષણ ને ડામવા માં નિષ્ફળ રહી છે. લોકસભા માં પુછાયેલ સવાલ ના જવાબ માં કેન્દ્ર ના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ ની વિગત આપી હતી. ગુજરાત રાજ્ય માં ૩૩,૪૮૬ રજિસ્ટર્ડ ફેક્ટરિયો પૈકી ૪૬૦૫ ફેક્ટરી સરકાર ના પર્યાવરણ ના ધારા ધોરણ ને અનુસરતી નથી. ગુજરાત રાજ્ય માં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી ના આંકડાઓ માં ગુજરાત દેશ માં બીજા ક્રમે છે. સમગ્ર દેશ માં ૨૮,૧૬૬ રજિસ્ટર્ડ ફેક્ટરી પર્યાવરણ ના ધારા ધોરણ ને અનુસરતી નથી. ગુજરાત રાજ્ય માં ૪ ફેક્ટરી ની સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવી છે. ૩૧૩ ફેક્ટરી ને કલોસર ના આદેશ આપવા માં આવ્યા છે. શું ખરેખર આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી બંધ થઈ છે ખરી? ૩૩૨૩ ફેક્ટરી ને શો કોઝ નોટિસ આપવા માં આવી છે. ૯૬૫ ફેક્ટરી ઉપર હજી સુધી શું પગલાં લેવાશે તે બાબતે નિર્ણય નથી લઈ શક્યા.શું નોટિસ થી પરિણામ મળશે ખરી?૯૬૫ ફેક્ટરી ને ‘એક્શન અંડર પ્રોસેસ ‘ ના નામે શું બચાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે? શું આ તમામ ફેક્ટરી ગુજરાત ના લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે? પ્રદૂષણ ના લીધે લોકો ના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. ગુજરાત ની સાબરમતી, ભાદર જેવી અનેક નદીઓ દેશ ની અતિ પ્રદુષિત નદીઓ માં આવે છે. હાઇકોર્ટ એ પ્રદૂષણ ઉપર ઘણી વાર ટકોર કરી છે. પ્રદૂષણ ફેલાવતી દરેક ફેક્ટરી ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કડક પગલાં લઈ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જે પ્રદૂષણ ફેલાવતા એકમો છે, જેમના ઉપર કોઈ કાર્યવાહી કરવા માં નથી આવી તેમનો નિર્ણય સરકાર ત્વરિત એ લેવો જોઈએ તેવી માંગ કરીએ છીએ. ગુજરાત ના જળ વાયુ જંગલ જમીન નું રક્ષણ કરવું આપણા સહુ ની જવાબદારી છે. સરકાર ની પર્યાવરણ પ્રત્યે ની ઉદાસીનતા લોકસભા ની વિગત થી ઉડી ને આંખે વળગે તેવી છે. સરકાર પ્રદૂષણ ફેલાવતી ઉપર રહેમ નજર કેમ રાખે છે તે સવાલ ઊભો થાય છે. સરકાર ના પ્રદૂષણ બોર્ડ દ્વારા દાખલા રૂપ કાયદેસર કાર્યવાહી કરવા થી કોણ રોકી રહ્યું છે? પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રદૂષણ ફેલાવતા એકમો માં શું સાંઠગાંઠ છે?ગુજરાત માં રજિસ્ટર્ડ ફેક્ટરી ૩૩,૪૮૬ ફેક્ટરી,સરકારના પર્યાવરણના ધારા ધોરણ ને અનુસરણ ના કરતી ફેક્ટરી ૪૬૦૫ ફેક્ટરી ,શો કોઝ નોટિસ ૩૩૨૩ ફેક્ટરી, કલોસર આદેશ ૩૧૩ ફેક્ટરી,કાયદેસર કાર્યવાહી ૪ ફેક્ટરી ,એક્શન અંડર પ્રોસેસના નામે કાર્યવાહી ઉપર કોઈ નિર્ણય નહીં ૯૬૫ ફેક્ટરી

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com