આપ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક સપ્તાહ સુધી સમીક્ષા બેઠકનું આયોજન કરશે : મનોજ સોરઠીયા

Spread the love

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા

આ સમીક્ષા બેઠક જે નગરપાલિકામાં ચૂંટણી હશે ત્યાં આયોજિત કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં સ્થાનિક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણીના સમીકરણોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે

અમદાવાદ

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં મહત્વપૂર્ણ બાબત જણાવતા કહ્યું કે, આવનારા થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. અને આમ આદમી પાર્ટી તમામ નગરપાલિકાઓ, પેટા ચૂંટણીઓ અને તાલુકા પંચાયત/ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉતારશે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 40 લાખથી વધુ વોટ મળ્યા હતા. તારીખ 17 જુલાઈથી 22 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ચૂંટણી સંદર્ભે સમીક્ષા બેઠકનું આયોજન કરશે. આ ચૂંટણી સમીક્ષા બેઠકો નગરપાલિકા તથા જે તે તાલુકામાં આયોજિત કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ, ઝોન સંગઠન મંત્રી, નગરપાલિકા ચૂંટણી પ્રભારી સહિતના પદાધિકારી હાજર રહેશે. સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, રાજુભાઈ સોલંકી અને અમૃતભાઈ મકવાણા હાજર રહેશે. કચ્છ ઝોનમાં ઈસુદાન ગઢવી, ઉમેશભાઈ મકવાણા, કૈલાશદાન ગઢવી અને રાજેશ પિંડોરીયા હાજર રહેશે. સૌરાષ્ટ્ર ઝોનમાં (રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અજીતભાઈ લોખિલ હાજર રહેશે. સૌરાષ્ટ્ર ઝોનમાં (અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ) આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી હાજર રહેશે.આ સિવાય મધ્ય ઝોનમાં આયોજિત થનાર સમીક્ષા બેઠકમાં સાગરભાઇ રબારી, જ્વેલબેન વસરા, પ્રવીણભાઈ રામ અને મુકેશભાઈ પટેલ હાજર રહેશે. દક્ષિણ ઝોનમાં ગોપાલભાઈ ઇટાલીયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા, અર્જુનભાઈ રાઠવા અને જયેશભાઈ સંગાડા હાજર રહેશે. ઉત્તર ઝોનમાં ડૉ. રમેશભાઈ પટેલ, ભેમાભાઈ ચૌધરી, રાકેશભાઈ હિરપરા અને જયદીપસિંહ ચૌહાણ હાજર રહેશે. આ સિવાય સુરત અને વડોદરા ઝોનમાં અલ્પેશભાઈ કથીરિયા અને રામભાઈ ધડુક હાજર રહેશે.આ સમીક્ષા બેઠક જે નગરપાલિકામાં ચૂંટણી હશે ત્યાં આયોજિત કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં સ્થાનિક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણીના સમીકરણોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આમ આદમી પાર્ટી હંમેશા પ્રજાના મુદ્દાઓને લઈને આગળ વધે છે અને આ પ્રમાણે જ પ્રજાના મુદ્દાઓને લઈને ચૂંટણી લડશે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઇતિહાસ રચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com