આરોપી સહદેવસિંહ ઉર્ફે ભોલો
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેકર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટાને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એ.એસ.આઇ ભરતસિંહ ખુમાનસિંહ્ન પરમાર તથા પો.કો. રામદેવસિંહ ભાવસિંહ્ન ચૌહાણને ખાનગી રાહે અને આધારભુત બાતમી મળેલ કે, “સહદેવસિંહ ઉર્ફે ભોલો બળવંતસિહ ચૌહાણ પોતાના કબ્જાના હિરો Ăડર મોટરસાયકલ નં જી.જે.૨૩ ડી.પી. ૮૩૯૩ વાળા મોટરસાયકલ ઉપર નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો કોથળા માં ભરી ને લઈ ને તારાપુરથી અરણેજ ગામના ઓવરબ્રિજ નીચે છૂટક વેચાણ કરવા માટે તા.૧૫/૦૭/૨૦૨૩ રાત્રિના દસ પછી કોઇપણ સમયે વેચાણ કરવા માટે આવનાર છે.” જે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે તારાપુર થી અરણેજ ગામના ઓવરબ્રિજ નીચે વોચમાં રહી આરોપી સહદેવસિંહ ઉર્ફે ભોલો બળવંતસિહ ચૌહાણના પોતાના કબ્જા ભોગવટાવાળા હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જી.જે.૩ ડી.પી. ૮૩૯૩ માં નશાકારક કફ સીરપની કુલ બોટલ નંગ-૧૦૦ કિ.રૂ. ૧૫,૦૦૦ તથા તેની અંગ જડતીમાંથી રોકડ રૂપીયા-૨૦ તથા મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂ.-૧૦૦૦તથા મોટરસાયકલ નં જી.જે.૩ ડી.પી. ૮૩૯૩ કિ.રૂ.-૧૫,૦૦૦ મળી કુલ કિં.રૂ. ૩૧,૦૨૦ ના મુદામાલ સાથે મળી આવતા કબજે કરી આરોપી વિરુદ્ધ કોઠ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટની કલમ- ૮(સી),૨૧(સી),૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપીઓ
(૧) ઇન્દ્રજીતસિહ ઉર્ફે ભોલો સામતસિંહ ચૌહાણ (૨) લલિતભાઇ
હસ્તગત કરેલ મુદામાલ
(૧) નશાકારક કફ સીરપની કુલ બોટલ નંગ-૧૦૦ કિ.રૂ. ૧૫,૦૦૦/- (૨) અંગ જડતીમાંથી મળી આવેલ રોકડ રૂપીયા- ૨૦/- (૩) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.- ૧૦૦૦/-
(૪) મોટરસાયકલ નં જી.જે,૨૩ ડી.પી. ૮૩૯૩ કિ.રૂ.-૧૫,૦૦૦/- કુલ કિં.રૂા.- ૩૧,૦૨૦.
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એન.એચ.સવસેટા તથા પો.સ.ઇ.શ્રી આઇ.કે.શેખ તથા પો.સ.ઇ.શ્રી ડી.વી.ચિત્રા તથા એ.એસ.આઈ પ્રદિપસિંહ નવલસિંહ એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિંહ, તથા અ.પો.કો. મહાવીરસિંહ હેમતસિંહ, રાદેવસિંહ ભાવસિંહ તથા અ.લો.ર કમલેશભાઇ બાબુભાઇ તથા ડ્રા.હે.કોન્સ. જયંતિભાઇ સવજીભાઇ તથા ડ્રા.હે.કોન્સ. જગદિશભાઇ સોમાભાઇ જોડાયેલ હતાં.