અમરાઈવાડી, ઓઢવ અને વિરાટનગરના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માંથી ૧૪૪ યુનિટના ૭ અને બહેરામપુરા વોર્ડના ફૈઝલનગર તથા બેરલ માર્કેટ વિસ્તારમાં ૩૪ યુનિટના ૨૮ ઈન્ડસ્ટ્રીઅલ કનેકશન કાપ્યા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર અને ડે.મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણઝોન) અને ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન) ની રાહબરી હેઠળ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનનાં એડી.સીટી ઈજનેરનાં માર્ગદર્શન અને સુચના મુજબ ઈજનેર વિભાગના આસી.સીટી ઈજનેર, આસી.ઈજનેર અને ટેકનીકલ સુપરવાઈઝરોની જુદી જુદી ૧૬ ટેકનીકલ ટીમો તૈનાત કરીને તા.૧૫/૦૭/૨૦૦૨૩ ના રોજ સવારે ૮:૦૦ કલાકથી સીવર / સ્ટ્રોર્મ વોટર લાઈનમાં આવતા ઈન્ડસ્ટ્રીયલ કનેકશનો કાપવા અંગેની સઘન ડ્રાઈવ આયોજન હાથ ધરવામાં આવી હતી.આજે તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ પણ આ સ્પેશ્યલ સઘન ડ્રાઈવ તેમજ આકરા પગલા લેવાની કામગીરી પુર જોશમાં ચાલુ રાખવામાં આવેલ છે.જે અંતર્ગત પૂર્વ ઝોનનાં અમરાઈવાડી, ઓઢવ અને વિરાટનગર વિસ્તારના ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાંથી કુલ ૧૪૪ યુનિટના ૭ ઈન્ડસ્ટ્રીઅલ કનેકશન દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી . સદર ડ્રાઈવની કામગીરીમાં કુલ ૪૬ જેટલા અધિકારીઓની દેખરેખ હેઠળ કુલ ૨૯ લેબર, ૪ નંગ જે.સી.બી. મશીન, ૩ નંગ ટ્રેકટર ટ્રોલી, ૫ નંગ છોટા હાથી જેવા મશીનરી અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ઝોનનાં બહેરામપુરા વોર્ડના ફૈઝલનગર તથા બેરલ માર્કેટ વિસ્તારમાં એસ.આર.પી.ની ૩ ટીમના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ જેટલા અધિકારીઓની દેખરેખ હેઠળ કુલ ૩૪ યુનિટના ૨૮ ઈન્ડસ્ટ્રીઅલ કનેકશન દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. સઘન ડ્રાઈવની કામગીરીમાં કુલ ૨૫ લેબર, ૩ નંગ જે.સી.બી. મશીન, ૨ નંગ ટ્રેકટર ટ્રોલી, ૨ નંગ છોટા હાથી જેવા મશીનરી અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આમ, ગેરકાયદેસર રીતે કેમીકલયુક્ત વેસ્ટ ગટરમાં ઠાલવતા કેમીકલ માફીયાઓ સામે અને પોલ્યુશન કરતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરી આકરા પગલા લેવાની, ઈન્ડસ્ટ્રીઅલ કનેકશનોમાં થતી ગેરરીતીઓ અટકાવવાની, આવા એકમોને નોટીસો આપીને કાયદેસર કાર્યવાહી કરવાની સઘન ડ્રાઈવ પુર જોશમાં કરવામાં આવી રહી છે.આગામી સમયમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં આ પ્રકારના કેમીકલ માફીયાઓ સામે અને ગેરકાયદે જોડાણ કરનાર એકમોના ઈન્ડસ્ટ્રીઅલ કનેકશન દુર કરી તેઓ સામે આકરા પગલા લેવાની સઘન ડ્રાઈવ પુરજોશમાં કાર્યરત રહેશે તેમજ આ પ્રકારની કોઈપણ ગેરરીતીઓ ચલાવી લેવામાં આવશે નહીં.