આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે અંદાજીત ૧૦૦ લાભાર્થી બાળકોને ફળ તથા સત્વ આંટામાંથી સુખડી બનાવી વિતરણ કરાયું
અમદાવાદ
આજે તા.૧૭/૦૭/૨૦૨૩ નાં રોજ અમદાવાદ શહેરના ડે.મ્યુ.કમિશ્નર મિહિર પટેલનાં અધ્યક્ષપદે અમદાવાદ અર્બનનાં ઘટક ૭ ખાતે એક તથા ઘટક ૧૩ ખાતે ૪ એમ કુલ ૫ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, ડે.મ્યુ.કમિશ્નર મિહિર પટેલ , સંચાર રાજ્ય મંત્રી દેવુભાઇ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ તથા સ્થાનિક કાઉન્સેલરની ઉપસ્થિતિમાં ઘટક ૭ નાં મકતમપુરા વોર્ડ ખાતે જુના વણઝર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મેયર કિરીટ પરમાર, માન.સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન, પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, એમ.પી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, અમ.મ્યુ.કોર્પોરેશનના વસ્ત્રાલ વોર્ડના તમામ કાઉન્સિલર , આઈસીડીએસ વિભાગનાં પ્રોગ્રામ ઓફિસર ડો.સાગર પંચાલ તથા અર્બન ઘટકના ઈ.ચા. બાળવિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વસ્ત્રાલ વોર્ડનાં ચાર આંગણવાડી કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું.
તુલસી પાર્ક, હરિદર્શન, અરુણ નગર તથા મહાદેવનગર ટેકરા એમ ચાર આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે અંદાજીત ૧૦૦ લાભાર્થી બાળકોને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું તથા સત્વ આંટામાંથી સુખડી બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના લોકાર્પણ પ્રસંગની સાથે “આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ” અંતર્ગત આયોજિત ઘટક કક્ષાની શ્રી અન્ન મિલેટ વાનગી સ્પર્ધામાં આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા મિલેટસમાંથી પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવી હતી.