ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર
રિપોર્ટમાં પ્રશ્ન કે શું તમે સોશિયલ પર રાજકીય અથવા સામાજિક વિષય પર તમારા વિચારની પોસ્ટ મુકવાથી કોઈ અમુક જૂથ દ્વારા કાયદાકીય કાર્યવાહી થશે તેવો ડર લાગે છે ? જવાબમાં ૪૬% લોકો કંઈક અંશે ડરેલા છે , ૯% ઓછા ડરેલા છે, જ્યારે માત્ર ૮ % બિલકુલ ડરતા નથી
અમદાવાદ
અભિવ્યક્તિની આઝાદી પર વારંવાર હુમલા ભાજપ સરકારનાં શાસનમાં થઇ રહ્યા છે તેવુ વિપક્ષ સતત કહેતું આવ્યું છે ત્યારે ‘સ્ટેટ્સ ઓફ પોલીસિન્ગ ઈન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૩’નાં રિપોર્ટને ટાંકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં અભિવ્યક્તિની આઝાદી પર વારંવાર હુમલા થાય છે. અને સરકારની આ નીતિની પુષ્ટી કરતો આ અહેવાલમાં સ્પષ્ટ થાય છે ! સેન્ટરે ફોર ધી સ્ટડી ઓફ ડેવેલોપીંગ સોશિયટીસ (સીએસડીસી), કોમન કૉસ- લોકનીતિ દ્વારા સર્વે બાદ રજૂ કરવામાં આવ્યો રિપોર્ટ ‘સ્ટેટ્સ ઓફ પોલીસિન્ગ ઈન ઇન્ડિયા રિપોર્ટ ૨૦૨૩’જેમાં સમગ્ર દેશમાં સરકારની જુદી જુદી કામગીરી અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. દિલ્હી સ્થિતિ ‘સેન્ટરે ફોર ધી સ્ટડી ઓફ ડેવેલોપીંગ સોશિયટીસ’ (સીએસડીસી) રિસર્ચની કામગીરી માટે કરે છે. આ સંસ્થાને કેન્દ્ર સરકાર પણ અનુદાન આપે છે. ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ સર્વેમાં અંગતતા અને ડીઝીટલ સર્વેલન્સ, સાયબર ક્રાઈમ, જાસૂસી સહિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે સોશિયલ પર રાજકીય અથવા સામાજિક વિષય પર તમારા વિચારની પોસ્ટ મુકવાથી કોઈ અમુક જૂથ દ્વારા કાયદાકીય કાર્યવાહી થશે તેવો ડર લાગે છે ? તેના જવાબમાં ગુજરાતમાં ૩૩ ટકા લોકો જણાવ્યું હતું કે તેઓ રાજકીય અથવા સામાજિક અભિપ્રાયો ઓનલાઈન શેર કરવા માટે કાયદાકીય સજાથી ખૂબ ડરે છે, જ્યારે ૪૬% લોકોએ કહ્યું કે તેઓ રાજકીય પોસ્ટ મુકતા કંઈક અંશે ડરેલા છે. ૯% લોકોએ કહ્યું કે તેઓ ઓછા ડરેલા છે, જ્યારે માત્ર ૮ %એ કહ્યું કે તેઓ બિલકુલ ડરતા નથી. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં વડા પ્રો.મનોજ જોશીએ યુનિવર્સિટીનાં કૌભાંડ અંગે કાવ્ય રચના લખતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીનાં સત્તાધીશોએ કૌભાંડીઓ સામે પગલાં ભરવાને બદલે આલોચના કરનાર પર કાર્યવાહી કરવામાં આવી.ભાજપ તેની આલોચના કરનારને પદ ઉપરથી દૂર કરવામા આવે , બદલી કરી દેવામાં આવે, ઘણા કિસ્સામાં તો પોલીસ કેસ કરીને ફસાવી દેવામાં પણ આવે છે.