એસ.કે. લાંગાનાં વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર , જમીનને લગતા ઘણા ભાવ પણ કોડવર્ડમાં લખેલ હતા

Spread the love

ગાંધીનગરના નિવૃત્ત કલેકટર એસ.કે. લાંગા સામે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માઉન્ટ આબુથી તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ લાંગાને રજૂ કરાતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થયા હતા. જોકે રિમાન્ડ દરમિયાન સામે આવેલી કેટલીક બાબતોને લઈ હજી વધુ તપાસ જરૂરી હોઈ, આજે વધુ રિમાન્ડની માગ સાથે લાંગાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ દ્વારા આજે તેના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
પોલીસે આજે એસ.કે.લાંગાના ફર્ધર રિમાન્ડની માગણી દરમિયાન જણાવ્યું હતું કે, આરોપીના રિમાન્ડ દરમિયાન પોતાની પાસે રહેલી ગાડીની ડેકીમાં સંતાડેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે ચેક કરતા તેમાં ઘણા વ્યવહારો તથા સંપર્કો કોડવર્ડની ભાષામાં થયેલ હોવાનું જણાયેલ છે. જેમ કે, ‘SK,PSG,TH, TTH,MRL,RSKAIPL,C’આવા કોડવર્ડમાં તમામ ચેક/કેસના વ્યવહારો લખેલ હોય ઉપરાંત જમીનને લગતા ઘણા ભાવ પણ કોડવર્ડમાં લખેલ છે. જેની સાચી કિંમત જાણવા તથા ઘણા દસ્તાવેજો પણ સોફ્ટ ડેટા સ્વરૂપે મળી આવેલ છે. જે તમામ વિગતો જાણવા આરોપીની પ્રત્યક્ષ હાજરી જરુરી હોવાનું જણાવી વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.
માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ થઈ હોય સીટની એક ટીમ દ્વારા ત્યા તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ પોતાના પાસેની બેગો અને અન્ય સામાન બંગલામાં સંતાડી દીધેલ હતો. જે આરોપીના પકડાયા બાદ બંગલામાં કામ કરતો શખ્સ અમદાવાદ લાવ્યો હતો. જે સામાન બાબતે માઉન્ટ આબુ ખાતે તપાસમાં ગયેલી ટીમ સાથે રાખી આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, આ સામાનમાં બે મોટી લોકવાળી બેગ અને કપડા હતા. આ બેગોમાં બે સ્માર્ટ મોબાઈલ, થોડાક સીમકાર્ડ, હિસાબોના લખાણવાળી ડાયરી, આશરે સાત લાખ રોકડા અને આશરે 2000 અમેરિકન ડોલર રાખેલ હતા. આ ઉપરાંત અન્ય ઘણી ચીજવસ્તુઓ હોય શકે છે. જે તેમને હાલ યાદમાં નથી. આ બેગોમાં મૂકેલા મોબાઈલ, સીમકાર્ડસ, ડાયરી, કેશ રૂપિયા અને ડોલર તપાસના કામે જમા લેવાના અને આ બાબતે આરોપીને સાથે રાખી પૂછપરછ કરવા પ્રત્યક્ષ હાજરી જરુરી હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ કરાયા બાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમય દરમિયાન પોલીસે લાંગાના અમદાવાદમાં આવેલા નિવાસસ્થાન પર તપાસ કરી હતી અને કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા. આ ઉપરાંત લાંગાના ભાગીદારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. લાંગાની ધરપકડ થઈ એ પહેલાં તે આબુમાં આવેલા બંગલામાં લાંબો સમય રોકાયો હતો, જેથી પોલીસની એક ટીમ દ્વારા ત્યાં બંગલાની પણ તપાસ કરવામાં આવી હતી.
એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્વના મહેસૂલી નિર્ણયોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતાં સરકારે નિવૃત્ત IAS વિનય વ્યાસાને ખાતાકીય તપાસ સોંપી હતી. તેમના રિપોર્ટના આધારે સેકટર-7 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. લાંગાના રિમાન્ડ પૂરા થતાં પહેલાં પોલીસે આ કેસના સહ-આરોપી અને તત્કાલીન આરએસી તથા ચિટનીસને પૂછપરછ માટે રૂબરૂ હાજર થવા નોટિસ પાઠવી હતી. પોલીસે તત્કાલીન આરએસી હનુમંતસિંહ જાડેજા અને ચિટનીસ કે.ટી. મેણાતની મેરેથોન પૂછપરછ હાથ ધરી છે.
એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્વના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો, એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચિટનીસ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે સૂચન કર્યું હતું, જે રિપોર્ટના આધારે ગાંધીનગર કલેક્ટર કચેરીના વર્તમાન ચિટનીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચિટનીસ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરાવી સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો પણ સહી કરી ખોટા દસ્તાવેજો બનાવી જૂની તારીખમાં ફેરફારો કરી મોટાં આર્થિક કૌભાંડો આચર્યા હતા. ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com