ગુજરાત રાજ્યના રાજપૂત સમાજ સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આજરોજ સરગાસણ ખાતેના પ્રમુખ ટેનજેન્ટ ખાતે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજીના હસ્તે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વધુમાં આજરોજ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, તેમાં ગુજરાત રાજ્યના રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. તેના સ્થાપક મહારાઉલજી વિક્રમસિંહનો સમગ્ર ગુજરાતના રાજપૂતોને એક તાંતણે બાંધવાનો હેતુ છે. જે આજે ચરિતાર્થ થઈ રહ્યો છે. આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતની રાજપૂત સંસ્થાઓ એકનેજા હેઠળ સંકલન સમિતિ સાથે જાેડાઈને જુદા જુદા કાર્યક્રમો રાજપૂતોને સબંધિત પ્રશ્નો જેવા કે બધાજ દેશી રાજવડાઓનું મ્યુજીયમ,વિધવા પેન્શનનો વધારો વિગેરે. આજે મધ્યસ્થ કાર્યાલયની સ્થાપના થતા આ કાર્યને વેગ મળશે ગુજરાતના બધા જ રાજપૂતોના સામાજિક,આર્થિક અને રાજકીય પ્રશ્નો સંકલન સમિતિ દ્વારા સરળતાથી ચર્ચા વિચારણા દ્વારા ઉકેલી ઉકેલી શકાય તે ઉદેશથી આયોજિત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.