
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. કે.એસ. સિસોદીયા, મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, હે.કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ, હે.કોન્સ. સંજયકુમાર ઘાસીરામ, તથા હે.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી વચગાળા રજા ફરાર આરોપી પાકા કેદી નં.ડ/૧૫૪૭૫ મોહમદ મોસીન ઉસ્માનગની છીપા ઉ.વ.૩૦ હાલ રહે. મહંમદચાટી ના મકાનમાં બરકત કોલોની, કાદીલ કોમ્પલેક્ષ પાસે, અર્શી બ્યુટી પાર્લર પાસે, ઉદેપુર, રાજસ્થાન તથા મુળ ગામ ડુંગલા,તા. તહેસીલ-ડુંગલા,જી-ચિતોડગઢ રાજસ્થાનને આંતર રાજય રાજસ્થાનના ઉદેપુર ખાતેથી તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ ડીટેઇન કરી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવેલ છે. આરોપી તથા સહ આરોપી ફિરોજ ઉર્ફે બબન નાઓ તા.૨૪/૦૭/૨૦૧૪ ના રોજ અમદાવાદના કાલુપુર રેલ્વેના ઇન ગેટ પાસેના બોઇઝ હોસ્ટેલ આગળ જાહેર રોડ પરથી વગર પાસ પરમીટના ૬.૫૩૨ કિલો ગ્રામ અફિણ કિંમત રૂ.૧,૩૦,૬૪૦/- ના જથ્થા સાથે મળી આવતાં, તેઓ બંને વિરુધ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૦૩૦/૨૦૧૪ એન.ડી.પી.એસ. એક્ટ ૮(સી), ૧૮(બી) મુજબ ગુનો દાખલ કરી, કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.આ કેસમાં આરોપીને નામદાર કોર્ટ દ્વારા દસ વર્ષની કેદ તથા એક લાખ રૂપિયાના દંડની સજા કરવામાં આવેલ છે. આ આરોપી ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના રોજ દિન-૧૫ ના વચગાળાના જામીન રજા પર છુટેલ હતો. જેને તા.૦૭/૦૫/૨૦૨૨ ના રોજ વચગાળા જામીન રજા પુરી થયેથી જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ આરોપી જેલ ખાતે હાજર થયેલ નહી અને વચગાળા જામીન રજા ઉપરથી ફરાર થઇ ગયેલ હતો. આરોપી વચગાળા જામીન રજા પર છુટ્યા બાદ તેની પોલીસ ધરપકડ ન કરે તે માટે તેના મૂળ સરનામે રહેતો ન હતો અને ઉદેપુર ખાતે અન્ય સરનામે રહેતો હતો.પાકા કામના કેદીને ડીટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.