અમદાવાદમાં DJ ના સાધનોની ચોરી કરતા વ્યકિતોને કુલ રૂ.૨,૯૯,૫૦૦ ચોરીની મત્તા સાથે પકડી નારોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.જે જાડેજાની ટીમના પોલીસ સબ ઇન્સપેકટર જે.આર.બલાત તથા સ્ટાફ દ્રારા A.S.I. દિલીપકુમાર રામજીભાઇ તથા HC હિતેશભાઇ જગજીવનભાઇ દ્વારા ડી.જે.ના સાધાનોની ચોરી કરતાં આરોપી

(૧) રીચાસતઅલી સ/ઓ સુ\ભરાતીભાઇ સૈયદ, ઉ.વ.૩૮, રહે. મ.નં.૧૫, સિરાજ પાર્ક, મરૂતી કાર્ગોની સામે, મોમીન સોસાયટીની પાસે, વટવા અમદાવાદ શહેર (૨) અહેતેશામહુસેન સ/ઓ અમજતહુસેન શેખ, ઉ.વ.૨૭, રહે. મ.નં.એ/૬૨, અલકુબા પાર્ક, સદ્દાની ધાબી, કેનાલ પાસે, વટવા, અમદાવાદ શહેર

(૩) અદનાન સ/ઓ મોહમદ આરીફ કુરેશી, ઉ.વ.૨૨, રહે. મ.નં.૧૦૨, મિનાજપાર્ક, અંબર ટાવર, સવેરા હોટલની પાસે, જુહાપુરા, વેજલપુર, અમદાવાદ શહેરને તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ નારોલ ચાર રસ્તા ટ્રાંન્સપોર્ટનગર સામે રોડ પરથી ઝડપી લીધેલ છે. આરોપીઓ ચારેક મહિના પેહેલાં સાથે મળીને અમદાવાદ શહેર નારોલ આર.કે. પાર્ટી પ્લોટની સામે આવેલ એક ગેરેજ મા રીપેરીંગ માટે આવેલ આઇસર ટ્રક નં.G.J-01-BY-5463 જેમાં DJ (ડીસ્ક જોકી) નો સામાન ફિટ કરેલ હોય. જે નીચે મુજબના DJ ના સામાનની ચોરી કરી, તેના કબજાની ટાટા અલ્ટ્રોઝ ફોર વ્હીલ ગાડી નં-GJ-18-BP-1353માં ચોરીનો સામાન રાખી વેચવા સારૂ રીલીફ રોડ ખાતે જતા હોવાની હકિકત જણાવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ

(૧) ડીસ્ક જોકી (ડી.જે.) માં જુદા જુદા સામાન ફીટ થતો હોય જે પૈકી DBX કંપનીનું ક્રોસ ઓવર નંગ-૧ જેની કિ.રૂ.૧૦૦૦૦/ ગણી શકાય

(૨)DBX કંપની નું ૨૬૦ ક્રોસ ઓવર (ડીજીટલ) નંગ-૧ જેની કિ.રૂ. ૩૩૦૦૦/ ગણી શકાય.

(૩) REV 100 રીવબેરેટોર (ડીજીટલ ઇકો) નંગ-૧ કિ.રૂ.૧૪૫૦૦/ ગણી શકાય.

(૪) BETA THREE (DT 8004) પાવર એમ. નંગ-૧ કિ.રૂ.૯૫૦૦૦/ ગણી શકાય

(૫) MPRO (MJ 5000) પાવર એમ જેની કિ.રૂ.૪૫૦૦૦/ ગણી શકાય. (૬) NX AUDIO (MT 1601) પાવર એમ નંગ-૧ જેની કિ.રૂ. ૫૫૦૦૦/

(૭) NX AUDIO (MT 1201) પાવર એમ નંગ-૧ જેની કિ.રૂ.૪૭૦૦૦/ ગણી શકાય.

(૮) એક ગ્રે કલરની ટાટા કંપનીની એક ટાટા અલ્ટ્રોઝ ગાડી જેની આગળ પાછળ RTO નં-GJ-18- BP-1353 નો લખેલ છે. જેનો એન્જીન નં.REVTRN 10 FYXM 07929 તથા ચેચીસ નં- MAT 632103MPFJ 9271 નો વંચાયેલ છે. જેની અંદાજે કિ.રૂ.૫૦૦૦૦૦/- ગણી શકાય.

શોધાયેલ ગુન્હા ની વિગત

નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૩૦૬૯૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *