સીમા હૈદરની જેમ જ બાંગ્લાદેશની જુલીને ભારતના ટેક્સી ડ્રાઈવર અજય સાથે ફેસબુક પર પ્રેમ થયો અને ચેટિંગ કરતા કરતા ભારતના મુરાદાબાદ પોતાની 11 વર્ષની પુત્રી હલીમા સાથે પહોંચી ગઈ. ત્યારબાદ જુલીએ ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગઈ અને સાથે જ હિન્દુ રીતિ રિવાજથી અજય સાથે લગ્ન કર્યા. લગ્નના એક વર્ષ બાદ એટલે કે લગભગ 3 મહિના પહેલા પતિ અજય સાથે વિઝા રિન્યુઅલનું બહાનું બનાવીને તેને બોર્ડ સુધી લઈ ગઈ. પરંતુ ત્યારબાદ તે વિઝા અને પાસપોર્ટ વગર જ ભારતના અજયને બાંગ્લાદેશ લઈ ગઈ. એસએસપી ઓફિસ પહોંચેલી અજયની માતા સુનિતાનો આરોપ છે કે વહુ જુલી પુત્રને ખોટી રીતે બોર્ડર પાર લઈ ગઈ. અજયની માતા સુનિતાએ જણાવ્યું કે પુત્રનો કોલ આવ્યો અને પૂછ્યું કે મા શું કરી રહી છે. ત્યારબાદ કોલ કપાઈ ગયો. ત્યારબાદ 2 મિનિટ પછી અજયનો લોહીથી લથપથ ફોટો સામે આવ્યો.
ગભરાયેલી સુનિતાએ મુરાદાબાદના એસએસપી કાર્યાલય પહોંચીને પુત્રને સહી સલામત ભારત પાછા લાવવા માટે મદદની ગુહાર લગાવતા પ્રાર્થના પત્ર આપ્યો. બાંગ્લાદેશ પહોંચીને અજય તેની માતા સુનિતા સાથે ફોન પર વચ્ચે વચ્ચે વાત કરતો રહ્યો. પરંતુ 4 દિવસ પહેલા અજયે તેની બહેનને ફોન કરીને પોતે મુસીબતમાં હોવાનું જણાવીને થોડા પૈસા માગ્યા. ત્યારબાદ માતાને કોલ કરીને હાલ જાણ્યા. પછી તરત ફોન કાપી નાખ્યો. પછી તે નંબરથી એક ફોટો આવ્યો. જેમાં અજય લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ કેસની તપાસમાં લાગી છે. અજયની માતાનું કહેવું છે કે અજય અને જુલીના લગ્ન ગત વર્ષે થયા હતા. તેમનો આરોપ છે કે બંનેના લગ્નમાં જે દાગીના બનાવવામાં આવ્યા હતા, વહુ તે પણ તેની સાથે લઈ ગઈ. હવે ફોટો સામે આવ્યા બાદ અજય સાથે સંપર્ક થઈ શકતો નથી.