GJ-18 મનપા ખાતે બનેલા ખટાક-ખટાક અંડર બ્રિજ, ડફાક- ડફાક ( ગ -4) નો અન્ડર બ્રીજ ના કામમાં ગોબાચારી ગણો કે ગોથા તેમાં ખાસ ખટાક-ખટાક અંડર બ્રિજ નો અવાજ કોઈ બંધ કરાવી શક્યું નથી, ત્યારે અનેક ઇજનેર અહીંયા ફેઇલ ગયા છે, ત્યારે રહીશોમાં નવા નિમણૂક પામેલા અને ડેપ્યુટેશન થી મનપા માં એક્ઝી. ઇજનેર કેતન રાવત ની બદલીને લોકોએ વધાવી છે કારણ કે વર્ષોથી અનેક ઇજનેરો કામમાં ગલ્લા તલ્લા થી લોકો પરેશાન છે ,ત્યારે મનપામાં ઘણા પોપટિયાઓ પરેશાન છે, કારણ કે તેમને નડે તે વાંધો છે, પણ પાટનગર યોજના થી લઈને માર્ગ અને મકાન વિભાગમાં બોહોળો કામનો અનુભવ ધરાવે છે,
હાલમાં જોવા જઈએ તો Gj- 18 મનપા ગરડાઘર બની રહ્યું છે, મોટાભાગના રિટાયર્ડ બાદ અહીંયા ઘૂષ મારી રહ્યા છે, અત્યારે મોટા ભાગની સેવા કરાર આધારિત લેવામાં આવે છે, હાલમાં મનપાને કાર્યપાલક ઇજનેર કક્ષાના અધિકારીની તાતી જરૂર છે, ભલે સરકાર પાસે માંગણી કરવામાં ન આવી હોય પણ કોઈને ઘુસવા ન દેવાનું પણ તીક્કડમ ચાલી રહ્યું છે, ત્યારે કેતન રાવતને દૂર કરવા અનેક કીમિયા ચાલી રહ્યા છે, બાકી અગાઉના ઇજનેરો દ્વારા જે કામો વિકાસના થયા છે, તેમાં ગોબાચારીથી લઈને કામમાં ડફાકા કેટલા થયા છે, તે સૌને ખબર જ છે,ખટાક-ખટાક અંડરબ્રિજ અનેક વખત રીપેરીંગ બાદ ખટાક-ખટાક અવાજ કોઈ બંધ કરાવી શક્યું નથી, ત્રણ અન્ડરબ્રીજ માંથી બધાના કામોમાં ડિઝાઇન લુક અલગ તો લોકો માટે અંડરપાસમાં ચાલવા અને કોઈ પડી ન જાય તે માટે વાવોલ ખાતે એંગલ મૂકવામાં આવી છે ,ત્યારે ગ-૪, ઘ- 4 પાસે કેમ નહીં? ગ – ૪ ના અંડર બ્રિજમાં મુસાફરો એ ચાલતા જવું હોય તો સ્પેસ નાનો, ઘ-૪ નો મોટો, આવું કેમ? ત્યારે હવે નવા ઇજનેરોને પણ ચાન્સ આપો ,ખટાક-ખટાક અવાજ તો બંધ થશે.
બોક્સ :-
GJ-18 ખાતે બંને ત્યાં સુધી રોજમદારો ની જરૂર નથી ,જેથી કાયમી નિમણૂક વાળાને ઘૂસવા દેવા માંગતા નથી, ઘરડાઘર જિંદાબાદ ,ભલે ને પછી કામ હોય તો દોડી ન શકે , વ્હાલી… વ્હાલી..કરીને ગાડુ ગબડાવે ,…રાખો….