VFS કંપનીમાં બાયોમેટ્રીક એપોઈમેન્ટ લેટર વગર કુલ ૨૮ નાગરીકોના કેનેડાના વિઝા માટે ખોટી રીતે બાયોમેટ્રીક અપાવતા કૌભાડનો પર્દાફાશ કરતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

 

અમદાવાદ

ગઈ તા.૧૬/૦૭/૨૦૧૩ ના રોજ વી.એફ.એસ. ગ્લોબલ પ્રા.લી. નામની કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર વ્યોમેશ દીપકભાઇ ઠાકર એ ફરીયાદ આપેલ કે ગઈ તા.૦૫/૦૭/૨૦૨૩ ના કોઈ પણ સમય પહેલાં તેઓની વી.એફ.એસ. ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડ ઓફીસ નં. ૧ અને ૨, પ્રથમ માળ, ભીખુભાઇ ચેમ્બર્સ, આશ્રમ રોડ, અમદાવાદ શહેર ખાતે તેઓના વી.એફ.એસ.સેન્ટરના કેટલાક કર્મચારીઓ તથા ભૂતપૂર્વ કર્મચારી તથા આઈ.ડી. navyacorpo@gmail.com તથા મો.ન.૭૨૧૭૮૬૩૮૯૩ ના ધારકે એક સુનિયોજીત કાવતરું રચી તેઓના આર્થિક ઈરાદો પાર પાડવા સારૂ બાયોમેટ્રીક માટેના કેનેડા હાઈકમિશન દ્વારા ઈશ્યુ થતાં એપોઈમેન્ટ લેટરો બનાવી તે આધારે કુલ ૨૮ વ્યક્તિના ખોટા બાયોમેટ્રીક કરાવી કંપની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોવાની રજૂઆત કરતાં. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં  ધી ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૦૮,૪૨૦,૪૬૫,૪૬૮,૧૨૦(બી) મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ ગુન્હાની ગંભીર નોંધ લઈ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર  બી.એસ.સુથારની ટીમના પો.સ.ઈ. તથા ટીમના માણસોએ વધુ તપાસ હાથ ધરેલ જેમા વી.એફ.એસ, પ્રા.લી.માં કામ કરતા તમામ સ્ટાફની સઘન પૂછપરછ કરવામાં આવેલ તેમજ સી.સી.ટી.વી. ફુટેજો જીણવટ ભરી રીતે તપાસ કરતા હકીકત ધ્યાને આવેલ કે વી.એફ.એસ. પ્રા.લી. કંપનીમાં ભુતકાળમાં કામ કરી ચુકેલ મેહુલ ભરવાડ નામના વ્યકતિએ મેલ્વીન ક્રિસ્ટી તથા સોહેલ દિવાન કે જેઓ બન્ને હાલ વી.એફ.એસ. કંપનીના કર્મચારીઓ છે. જે બન્નેનો સંપર્ક કરી મેહુલ ભરવાડે જણાવેલ કે તેઓના કોઈ ઓળખીતા એજન્ટના કેટલાક ગ્રાહકોના બાયોમેટ્રીક કરાવવા અંગેના એપોઈમેન્ટ લેટરો નથી. પરંતુ તેઓના બાયોમેટ્રીક અપાવવાના છે. આ કામ પેટે એક વ્યક્તિના પાંચ હજાર થી સાત હજાર રૂપિયા મળશે. જેથી કંપનીમાં કામ કરતા મેલ્વીન ક્રિસ્ટી તથા સોહેલ દિવાને મેહુલ ભરવાડના કહેવાથી જે વ્યક્તિઓના એપોઈમેન્ટ લેટરો ઈશ્યુ થયેલ ન હોય તેવા વ્યક્તિઓના બાયોમેટ્રીક લેવા માટે જુદા જુદા સમયે વી.એફ.એસ. ઓફીસે બોલાવી જનરલ એન્ટ્રી સિવાયની અન્ય જગ્યાએથી વી.એફ.એસ. ઓફીસમાં લઈ જઈ વી.એફ.એસ. ઓફીસના સર્વરમાં આ વ્યક્તિઓની કોઈ પણ જાતની એન્ટ્રી કર્યા વગર સીધે સીધા બાયોમેટ્રીક અપાવતાં હોવાનું ધ્યાને આવેલ, વધુ તપાસ કરતા જાણવા મળેલ કે જે ૨૮ વ્યક્તિના બાયોમેટ્રીક થયેલ છે. તે વ્યક્તિઓના કેનેડા હાઈકમીશન તરફથી કોઈ બાયોમેટ્રીક ઈન્સ્ટ્રક્શન લેટર જ ઈશ્યુ થયેલ ન હતાં.હાલ આ ગુન્હાના કામે ત્રણ આરોપી (૧) મેલ્વીન રૂઝવેલ્ટ ક્રિસ્ટી ઉ.વ.૨૬ રહે,૧૮૬૪/૨, દ્વારકાદાસની ચાલી, રોયલ એપાર્ટમેન્ટની બાજુમાં, ખાનપુર અમદાવાદ શહેર (૨) સોહેલ સલીમભાઈ દીવાન ઉ.વ. ૨૬ ધંધો નોકરી રહે. ૨૨,અમન સોસાયટી ડો.આંબેડકર રોડ

અમદાવાદી દરવાજા બહાર,નડીયાદ જી-ખેડા તથા (૩) મેહુલ વિરમભાઈ ભરવાડ ઉ.વ. ૨૬ રહે. ગામ પાણસોલી, ભરવાડ વાસ, તા.જી.ખેડા ને તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ અટક કરવામાં આવેલ છે.હાલ આ ગુન્હાની તપાસ ચાલુ છે. આ રેકેટમાં કેટલા હજુ કેટલા વ્યક્તિઓની સંડોવણી છે. તે અંગે તેમજ આ તમામ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ બાબતે હાલ તપાસ ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com