ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે. 5 કરોડથી વધુના આર્થિક ગુનાઓ અને POCSO Act, 2012 હેઠળના કેસો સહિત બળાત્કારના કેસો હવે સ્પેશિયલ રિપોર્ટ ક્રાઇમ ગણાશે, CPI, SDPO અને SP તપાસની દેખરેખ કરશે.
આવા પ્રકારના ગુનાઓમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, સબ-ડિવિઝનલ પોલીસ ઑફિસર અને પોલીસ અધિક્ષક (પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને કમિશનરેટ વિસ્તારોમાં નાયબ પોલીસ કમિશનર) રેન્કના પોલીસ અધિકારીઓ બનાવવાળી જગ્યાની મુલાકાત, તપાસ કરનાર અમલદાર ને માર્ગદર્શન આપી તપાસ પુરી કરાવા માટેની જોગવાઇ ગુજરાત પોલીસ મેન્યુઅલમાં કરવામાં આવેલ છે.
5 કરોડ અને તેથી વધુના આર્થિક ગુનાઓ (IPCની કલમ 403, 404, 405 થી sec.409 sec.420 વિગેરે), ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (નાણાકીય સંસ્થાઓમાં) અધિનિયમ, 2003 હેઠળના કેસોને સ્પેશિયલ રિપોર્ટ ક્રાઈમ તરીકે તાપસ કરાશે. POCSO સહિતના ક્રાઇમના મોટા ગુનાઓને લઈ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.