ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમર
અમદાવાદ
મણીપુરની ૭૬દિવસથી ચાલતી હિંસા અને તેમાં પણ મણીપુર દીકરીને નિવસ્ત્ર કરવાની દર્દનાક અને સૌ માટે શર્મજનક ઘટના પર કેન્દ્રના ગૃહમંત્રીશ્રી, મણીપુરના મુખ્યમંત્રીની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ઠુમર એ જણાવ્યું હતું કે, પોલિસ કસ્ટડીમાંથી આ મહિલાઓને લઈ જવામાં આવી. નગ્ન કરીને પરેડ કરાવવામાં આવે છે. ભાઈની હત્યા એમની સામે જ કરી દેવામાં આવી. ૧૮ મે માં એફ.આઈ.આર. થઈ આજે ૨૦ મે સુધી અરેસ્ટ નથી કરી શક્યા. હજુ કોણ કોણ હતા એ પાષાણ યુગમાં પણ ૨૧મી સદીના દ્રશ્યો જોવા નહિં મળ્યા હોય. ડબલ એન્જિનની સરકાર છે. એટલે હજુ સુધી મણિપુરમાં સરકાર યથાવત છે. રાજસ્થાનમાં થઈ રહેલ મહિલાઓ પરના અત્યાચાર પર જે સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા હતા પ્રધાનમંત્રી એ જ પ્રધાનમંત્રી પહેલવાન મહિલાઓ પરના અત્યાચારો, મણિપુરની મહિલાઓ માટે ચુપ રહ્યા. આપણે ક્યાં સમાજમાં રહીએ છીએ. ૧૬૦ થી વધારે લોકો મર્યા ૧૦૦૦ થી વધારે ઘાયલ છે. ૬૫૦૦૦ લોકો બેઘર છે. ૫૦૦૦ થી વધારે ઘટનાઓ ઘટી છે. ૬૦૦૦ ફરીયાદો દાખલ થઈ છે. માત્ર ૧૪૪ ધરપકડ થઈ છે. ૩૬૦૦૦ પોલીસ કર્મી ૪૦ જેટલા આઈ.પી.એસ. ઓફીસર, ઈન્ડીયન આર્મી ત્યાં હાજર છે. મુખ્યમંત્રી સહિત તમામ મહિલાઓ કે જે સત્તામાં બેઠેલી છે એ તમામ મહિલાઓ ને હું સવાલ પૂછવા માંગું છું. તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સત્તાધીશો કે જેમની દિકરીઓ છે બહેન છે માતાઓ છે.
ઘણા બધા લોકોએ મણિપુરનો કુકી મહિલાઓ સાથે જે કૃત્યો થયા એ નહિં જોયો હોય હું આશા રાખું કે સંવેદનશીલ વર્ગે એ વિડીયો જોવો પણ ના જોઈએ. જે પ્રમાણેનું કૃત્ય થયું છે એ જોઈને એકવાર તો દેશની સરકાર પર અને એની સંવેદનહીનતા પર ફીટકાર વરસાવાઈ જશે. આજે દેશનું કોઈપણ રાજ્ય હોય કોઈપણ વર્ગ હોય સમાજ હોય એ ચુપ રહેવાના અધિકારી નથી. પુરૂષોની ભીડથી ઘેરાયેલી ૨ નિવસ્ત્ર મહિલાઓ માટે બોલવું પડશે. આ ઘટના એ સાબિત કરી બતાવ્યું છે કે, ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ના નારાઓ ફક્ત મતની રાજનીતિ કરવા માટે જ આપ્યા છે. આનો કોઈ મતલબ આખા દેશમાં દેખાતો નથી. ‘અચ્છે દીન’, ‘સબકા સાથ સબકા વિકાસ’. દ્રોપદીનું વસ્ત્રહરણ અમૃતકાળમાં થઈ રહ્યું હતું ત્યારે જે લોકો રોકી શકતા હતા બોલી શકતા હતા પણ ના રોક્યું ના બોલ્યા અને આખા કુળનું નિકંદન નિકળી ગયું એ જ રીતે અત્યારે સત્તાના કેફમાં મદમસ્ત લોકો અને સત્તાની સાંકળોમાં જકડાયેલું મીડીયા જે પ્રમાણે ચુપકી સાધી લીધી છે એ તમારા ભયાનક અંતની આગાહી છે કે મહિલાઓ અને બાળકોની હાય તમને બરબાદ કરશે.મણિપુર હિંસા સત્તાધીશો, સત્તાના ભૂખ્યા લોકો જ્યાં જ્યાં આ રાજરમતો રમે છે. તે લોકો થકી જ આખો દેશ વિશ્વમાં બદનામીની ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. માનવ સંવેદનાઓ સંપૂર્ણ ગુમાવી ચૂક્યા છે. મણિપુરમાં થયું અહીં નહિં થાય એ માની લેવાની બીલકુલ ભૂલ ના કરતા ક્યાંય પણ આ ઘટનાઓ જોવા મળી શકે છે કોઈ પણના ઘર સુધી. ભારત કઈ દિશામાં જઈ રહ્યો છે એનું નાનકડું એવું ભયાનક ચિત્તાર આપણા સામે રજૂ થયો છે. લો એન્ડ ઓર્ડરના ચિંથરા ઉડાવવાનો નોબેલ પારીતોષક ભારતીય જનતા પાર્ટીની સરકારોને આપવો જ ઘટે. બંગડીઓ તો સ્મૃતિ ઈરાનીજી પાસે છે એ લઈને પેરી લેવા વિનંતી.ડૉ. મનમોહનસિંહજીને મૌનમોહનસિંહજી કરીને બોલાવનારાઓ આજે ફક્ત મૌન નથી ભેદી મૌન ધારણ કરીને બેઠાં છે. ભારત દેશમાં સૌથી સસ્તું કંઈ રાખ્યું હોય તો એ માણસનો જીવ સસ્તો કરી દીધો છે. આ સરકારે એનું ઉદાહરણ પણ આજે એસ.જી. હાઈવે પર જોઈ લીધું.