ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ છે ગુજરાત પોલીસ જે ખડેપગે રહીને લોકોની મદદ કરે છે

Spread the love

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના જુનાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, શહેરમાં 12 ઇંચથી વધુ પડેલા વરસાદે ઠેર ઠેર તબાહીની દ્રશ્યો સર્જ્યા છે, વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયુ છે, દુકાનો-મકાનો અને ગાડીઓ સહિતના વસ્તુઓને ભારે નુકશાન પહોંચ્યુ છે. આવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં જુનાગઢ પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ આવી છે. હવે જુનાગઢ પોલીની પ્રસંશીય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્ર હર્ષ સંઘવીએ બિરદાવી છે. હર્ષ સંઘવીએ આજે સુરતમાં જુનાગઢ પોલીસે કરેલી કામગીરીને ઉમદા સેવા કાર્ય ગણાવ્યુ હતુ. આજે સુરત પહોંચેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં ભારે વરસાદની સ્થિતિનો ચિતાર આપતા સંબોધન કર્યુ. તેમને કહ્યું – ગુજરાત પોલીસ માનવ સેવા કરે છે, તેમને જુનાગઢ પોલીસના ભરપુર વખાણ કર્યા છે, કહ્યું જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો, એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એ બાપા ગ્યા, બાપા ગ્યા… આ વૃદ્ધ વ્યક્તિને જુનાગઢ પોલીસે આબાદ રીતે બચાવી લીધા, આ પોલીસની તાકાત છે. એટલું જ નહીં વૃદ્ધ મહિલાને પણ ગુજરાત પોલીસે બચાવી છે, માતાજીને તેઓ ખભે મૂકી બચાવે છે, આવી ઘોડાપુર અને અતિવૃષ્ટિની વિકેટ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે બચાવની કામગીરી કરી છે. પોલીસ રેઇન કૉટ પહેરીને આવા ધોધમાર વરસાદમાં પણ કામ કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જુનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરીને બિરદાવી હતી. જુનાગઢના વરસાદના વીડિયો હાલાં આખા દેશમાં વાયરલ થઈ રહ્યા છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે. બાપા તણાયા, બાપા તણાયાએ વીડિયો ખૂબ જ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાપા તણાયા તે બાપાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. આ બાપાને પોલીસ અને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાપા તણાયા પરંતુ આજે હિમ્મતવાન લોકોના કારણે બાપા બચી ગયા. આ બાપાનું નામ છે વિનોદભાઈ ટેકચંદાણી. પોતાની પાનની દુકાનેથી આવતા હતા ત્યારે અચાનક પુર આવ્યું અને બાપા તણાયા. તેઓ જૂનાગઢની જલારામ સોસાયટી પાસે કાર પાસે તણાયા હતા. બાપાએ કહ્યું જેટલા ભગવાન યાદ આવતા હતા તે બધા ભગવાનને બે કલાકમાં યાદ કરી લીધા હતા. મને ભગવાને જીવન આપ્યું અને હિંમતવાન લોકોએ બચાવ્યો. બાપાના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી. બાપા મોતના મુખમાંથી બહાર આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આજે જુનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે જુનાગઢ શહેરના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રસ્યો સામે આવ્યા છે. પાણીના આ ધસમસતા પ્રવાહમાં અનેક કાર તણાઈ ગઈ હતી. આ ઉપરાંત પશુધન પણ તણાયું હતું. આ બધાને વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક કાર સાથે એક આધેડ વયના વ્યક્તિ તણાતા જોવા મળ્યા હતા. આ વીડિઓમાં કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતા કે, બાપા તણાયા …બાપા તણાયા…જો કે, હવે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાયા હતા તે જ છે. આ વ્યક્તિને જુનાગઢ પોલીસે બચાવી લીધા છે. લોકો જુનાગઢ પોલીસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com