વિશ્વાસ નથી થતો કે આટલી ભારે ભરખમ કાર કઈ રીતે પાણીમાં તણાઈ ગઈ!

Spread the love

જુનાગઢમાં તોફાની વરસાદ ખાબકવાના કારણે શહેર સહિત વિવિધ તાલુકાઓમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવામાં જુનાગઢમાં કાર તણાવાના ઘણાં વીડિયો અને તસવીરો વાયરલ થયા હતા. આ ઘટના પછી પાણી ઓસરતા કેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે સામે આવ્યું છે. જાણે કોઈ એક્શન ફિલ્મનો સ્ટન્ટ સીન થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


જુનાગઢમાં વિવિધ વિસ્તારમાંથી પાણી ઓસર્યા પછીની તસવીરો સામે આવી છે જેમાં ઠેરઠેર કારના ખડકલા જોવા મળી રહ્યા છે. મોંઘીદાટ કાર પાણીમાં એવી તો તણાઈ કે ભૂક્કા બોલી ગયા છે. ઘણી જગ્યાઓ પર એક પર એક કાર ચડેલી પણ જોવા મળી રહી છે. પોતાના રહેણાક વિસ્તારથી કાર દૂર સુધી તણાઈ ગઈ હોવાની ઘટના પણ કેટલાક પરિવારો સાથે બની છે.
જુનાગઢમાં બંગલા અને સોસાયટીઓની બહાર પાર્ક કરેલી કાર તોફાની વરસાદ તૂટી પડ્યા બાદ રમકડા તરતા હોય તે રીતે પાણીમાં તણાતી જોવા મળી હતી. આવામાં કેટલીક જગ્યાઓ કાર તણાઈને દૂર સુધી પહોંચી ગઈ હતી અને તેમાં ભારે નુકસાન થયું છે.


કારના માલિકો પોતાના ઘર પાસેથી તણાઈ ગયેલી કાર શોધવા માટે નીકળ્યા અને તેમને પોતાની કાર મળ્યા પછી જે સ્થિતિને તેને જોઈ તો તેમને આંચકો લાગ્યો હતો. ઘણાને હજુ પણ વિશ્વાસ નથી થતો કે આટલી ભારે ભરખમ કાર કઈ રીતે પાણીમાં તણાઈ ગઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com