ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે ફાળવવામાં આવે છે, ત્યારે ગૌમાતા માટે બનેલ ઢોર વાડો એવી મિનિ પાંજરાપોળ જે Gj- 18 મનપા દ્વારા બનાવી છે ,તે ગાયો માટે કતલખાનું હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ,ત્યારે સત્તાધીશોને રંગા,બિલ્લા અને પોપટિયા બનાવીને ભણાવી દે, પણ પત્રકારોને નહીં, ત્યારે અગાઉ પણ લખેલ હતું કે રોજ પાંચ થી છ ગાયો મરી રહી છે ,ત્યારે મનપાના રંગા ,બિલ્લાએ કોઈને ફોટો થી લઈને અંદર આવવાની મનાઈ ફરમાવી હતી, કારણ કે કાળા કારનામાં કોઈ જોઈ ન જાય, ત્યારે ગાયોની સ્થિતિ દયનીય હતી, તે રાજ્યપાલે પણ જોઈને તીખી ટકોર કરી હતી ,ત્યારે રવિવારના રોજ ગૌભક્તો અને અબોલ જીવના તારણહાર એવા લોહાણા સમાજ દ્વારા ગાયોને રોટલીથી લઈને ચારો ટ્રક ભરીને લાવ્યા હતા ,ત્યારે અંદર જવાની મનાઈ ફરમાવી હતી, ગાયોને મોટો ખવડાવવાનું પણ ના પાડીને જણાવેલ કે અહીંયા મૂકી દો, અમે ખવડાવી દઈશું કારણ કે ગંગા, બિલ્લાના કરતુંતો બહાર ના આવી જાય ત્યારે પોલીસ બોલાવી પડી અને ગૌરક્ષકો ને ગાયોને ચારો ખવડાવવા ના છૂટકે મંજૂરી આપવી પડી અને ગૌ માતાની હાલત જોવામાં આવે તો ભલભલી ગાય અહીંયા બીમાર પડી જાય, ત્યારે 18 ગાયો મૃત્યુ પડેલી હોવાની લોકો દ્વારા પૃષ્ટિ થઈ છે ,ત્યારે રંગા બિલ્લા નું કામ શું ? મોટાભાગની ગાયોના હાડકા અને પાંસળીઓ દેખાતી હતી ખાવાનું પણ પૂરતું મળતું ન હોવાનું પણ જાણવા મળ્યું છે,
રવિવારના રોજ લોહાણા સમાજ તથા ગૌરક્ષકોએ આ મુલાકાત ઢોરવાડાની લેતા રંગા, બિલ્લાના કારનામાં બહાર આવી ગયા હતા. ત્યારે વેટનરી ડોક્ટરની જવાબદારી શું ? એકાદ બે ઢોર બીમારી થી મરી જાય, પણ 18 ગાયો મૃત્યુ પામે, તે તમામ તપાસ થવી જોઈએ, રંગા,બિલ્લાના કોલ, ડિટેલ્સ ની તપાસ કરવામાં આવે તો છેડો કતલખાને ગાયો મોકલવામાં આવતી હોવાનું પણ ખુલે તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે સેક્ટર 30 ના ઢોર ડબ્બે…….
બોક્સ :-
મનપાના કમિશનરની સુપર કામગીરી છે, તેમાં ના નહીં પણ કમિશનર શ્રી આ સંદર્ભે સજાગ થવાની જરૂર છે ,આ બે રંગા બિલા ને સસ્પેન્ડ કરો, હજુ વિશેષ માહિતી કાલે લખું છું, પુરાવા સાથે વાંચી લેજો. રંગા ,બિલ્લાની બધી જ જગ્યાએ બાગ બટાઇ, ત્યારે પત્રકારોને પણ સેક્ટર 30 ના ઢોર વાડામાં જવાની મનાઈ, આઈ કાર્ડ થી લઈને તમામ તપાસીને જવા દો ,પણ ક્યાંથી જવા દે ,રંગા – બિલ્લાના કૌભાંડો બહાર આવે એટલે રંગા ,બિલ્લાએ મનાઈ ફરમાવી હતીરાજ્ય સરકાર કરોડો ગ્રાન્ટ ચુકવી રહી છે, ત્યારે સારું કામ આ ગૌસેવા નું તો કરો ,રોજ પાંચ થી છ ગાયો મૃત્યુ પામે છે, શેના કારણે ? લંપી રોગના કારણે કે પછી ભૂખથી? બંને રંગા,બિલ્લા સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.