વનચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત પોલિસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત વિશ્રામ ગૃહનંક લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
રૂ. 415.55 લાખના ખર્ચે તૈયાર થયેલા વિશ્રામગૃહનાં બે માળમાં કુલ 12 રૂમ તથા 1 ડાઈનીંગ હોલ બનાવાયા છે.જેમાં વાતાનુકુલ સાથે અન્ય તમામ અત્યાધુનિક સગવડો પણ ઉભી કરાઈ છે. ગાંધીનગર ખાતે થતા વિવિધ સેમિનાર,કોન્ફરન્સ,તાલિમ કાર્યક્રમો,રિસર્ચ અર્થે આવતા નિષ્ણાતો તથા મીટીંગ અર્થે આવતા વન વિભાગના અધિકારીશ્રીઓ તથા પાટનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આમંત્રિત પદાધિકારીઓ,મહેમાનોનાં રોકાણની સુવિધા અર્થે આ વિશ્રામગૃહનું નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક વિકાસ અને વ્યવસ્થાપનશ્રી યુ.ડી સિંઘ, મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એસ.કે ચતુર્વેદી, અગ્ર સચિવશ્રી વન અને પર્યાવરણ સંજીવ કુમાર,મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર, ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષકશ્રી ચંદ્રેશકુમાર સાનદ્રે તથા વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ,પોલિસ આવાસ નિગમ.લિ નાં અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.