ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા
રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે : બીપોરજોય વવાજોડાગ્રસ્ત વિસ્તારમાં બાગાયતી પાકોમાં લાંબાગાળાની 0% વ્યાજે લોન આપવી જોઈએ : માછીમાર ભાઈઓને બેઠા કરવા સરકારે 0% વ્યાજે લાંબા ગાળાની લોન આપવી જોઈએ
અમદાવાદ
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોને, માછીમારભાઈઓને ખૂબ જ મોટું નુકશાન થયું છે ત્યારબાદ આવેલા સાર્વત્રિક વરસાદમાં ગુજરાતમાં બધે જ વાવણી ખૂબ જ સારી થઈ હતી પરંતુ ત્યારબાદ આવેલા અતિવૃષ્ટિ સમાન વરસાદે ઠેરઠેર તારાજી સર્જી છે આ તારાજીમાં ખેડૂતોના કુમળા પાક તો ધોવાઈ જ ગયા છે સાથે સાથે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે જે પાક ઉભો છે તેને સતત વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે પાકને પાણી લાગી ગયું છે તેને બચાવવા યુરિયા ખાતરનો છંટકાવ કરવો ફરજીયાત છે રાજ્યના કૃષિમંત્રીશ્રીએ ત્રણ દિવસ પહેલા જાહેર માધ્યમોને સંબોધતા કહ્યું હતું કે “”રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે”” ત્યારે સવાલ એ છે કે જો રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તો યુરિયા ગયું ક્યાં ?? છેલ્લા 15 દીવસથી તો ખેડૂતો યુરિયા માટે લાઈનમાં ઉભા છે તો આ યુરિયા સરકારે કોને ધાબડી દીધું ??? સરકારે પહેલા ઉદ્યોગકારોને ખૂબ જ કિંમતી સરકારી ખરાબાઓ અને ગૌચરની જમીનો આપી, તેના પર ઉદ્યોગ ઉભો કરવા લોનો આપી અને હવે ખેડૂતોના ભાગનું યુરિયા ખાતર સરકાર કેમિકલ ઉદ્યોગમાં તો આપી દેતી હોય તેવી પુરી શક્યતાઓ છે. જો સરકાર પાસે જથ્થો પૂરતો હોય તો સહકાર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તાત્કાલિક વિતરણ કરવું જોઈએ અત્યારે યુરિયા ખાતરમાં કાળા બજારીયાઓ ખૂબ કમાય છે ખેડૂતોને યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ કે સલ્ફર અથવા નર્મદા ફોર્સ ખાતર લેવાની ફરજ પાડવામાં આવે છે.એવી જ રીતે રાજ્યમાં બીપોરજોય વવાજોડાએ બાગાયતી પાકોને ખૂબ મોટું નુકસાન કર્યા પછી અતિવૃષ્ટિએ ખેડૂતોને ખૂબ મોટું નુકશાન કર્યું છે .
ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે,કેમિકલ ઉદ્યોગમાં સરકારે યુરિયા ખાતર આપવાનું બંધ કરવું જોઈએ,બીપોરજોય વવાજોડાગ્રસ્ત વિસ્તારમાં બાગાયતી પાકોમાં લાંબાગાળાની 0% વ્યાજે લોન આપવી જોઈએ,માછીમાર ભાઈઓને બેઠા કરવા સરકારે 0% વ્યાજે લાંબા ગાળા ની લોન આપવી જોઈએ,અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ,અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને હેકટરદિઠ 50,000 હજારની સહાય આપવી જોઈએ,સરકાર ઘાસ ચારાના ગોડાઉન માલધારીઓ માટે ખુલ્લા મૂકી દેવા જોઈએ,ઘેડ વિસ્તારમાં સરકારે સર્વે કર્યા વગર જ સહાય જાહેર કરી તાત્કાલિક ચૂકવવી જોઈએ,માલધારીઓના જે પશુઓ તણાઈ ગયા છે તેના PM રિપોર્ટ ન માંગવા જોઈએ
પાકવીમાં યોજના તો સરકારે બંધ કરી છે ત્યારે ખેડૂતોના પાક સામે રક્ષણ મળે તેવી કોઈ યોજના સરકાર પાસે અત્યારે ઉપલબ્ધ નથી ત્યારે સરકાર જ ખેડૂતોને મદદ કરે તેવી રાહ જોઇને પીડિત લોકો બેઠા છે ત્યારે સરકારે સહાય ન આપવી પડે તે માટે દૂધમાંથી પોરા કાઢવાની નીતિ બંધ કરી પીડિત લોકોની વહારે આવવું જોઈએ અને જ્યાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે તેમને તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવું જોઈએ તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માગણી છે .