અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાં તેમજ કેસો શોધવા પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખર અમદાવાદ, તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ધોળકા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી.પટેલે જરૂરી સુચનાઓ આપેલ જે અન્વયે પો.સબ.ઇન્સ. જી.કે.ચાવડાને મળેલ ચોક્કસ બાતમી આધારે એક ટાટા કંપનીના ટ્રક નં.RJ-14-GC-7829 માં ચોરખાનું બનાવી તેના ફરતે પ્લાયવુડથી કવર કરી તેના ઉપર કાંકરી જેવું મટરીયલ તથા તેના ઉપર સેન્ટીંગ કવર બ્લોક રાખી તેની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડેલ ભારતીય બનાવટના પરપ્રાંતિય મેકડોવેલ્સ નં.૧ ની કુલ ૪૬૦ પેટીઓ બોટલો નંગ-૫૫૨૦ કિં.રૂા.૨૭,૬૦,૦૦૦ તથા ટ્રક કિ.રૂા.૧૦,૦૦,૦૦૦ સહીત કુલ રૂ.૩૭,૬૫,૦૦૦ના મુદામાલ સાથે આરોપી (૧) શિવરતન સ/ઓ ઓમપ્રકાશ મહીરામજી અગ્રવાલને પકડી, આ દારૂ મોકલનાર આરોપીઓ (૨) ગણેશ ગૌસ્વામી તથા આરોપી (૩) શંકરભાઇ તથા (૪) દારૂ મંગાવનાર આરોપી રાજકોટના ઇસમ સહીત તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.પકડાયેલ આરોપીનું નામ શિવરતન પકડવાના બાકી આરોપીઓના નામ ગણેશ ગૌસ્વામી , શંકરભાઇ
કામગીરી કરનાર અધિ./કર્મચારીઓના નામ
પો.સ.ઇ. જી.કે.ચાવડા, અ.હે.કો દિનેશભાઇ ધીરૂભાઇ, અ.હે.કો રાજેન્દ્રસિંહ લાખુભા, અ.હે.કો શક્તિસિંહ ભીમદેવસિંહ, અ.હેડ.કોન્સ. ગોપાલભાઇ ધીરૂભાઇ, અ.પો.કો. જયંતીભાઇ નાનજીભાઇ, અ.પો.કો મહેશભાઇ બોધાભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ પ્રભાતસિંહ, અ,પો,કો. સંજયભાઇ જેરામભાઇ, અ.પો.કો. જુવાનસંગ, અ.લો.ર. વૈભવસિંહ બગોદરા પોલીસ સ્ટેશન.