કમિટીના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ ઉદ્યોગ-MSME મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને વાઈસ ચેરમેન તરીકે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે
રાજ્યના કાપડ ઉદ્યોગને વધુ પ્રોત્સાહિત કરીને તેને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત વિવિધ યોજનાની સહાય મંજૂર કરવા માટેની સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટી-SLACના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ ઉદ્યોગ,લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કોટેજ, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની જયારે વાઈસ ચેરમેન તરીકે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રહેશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ રાજ્ય કક્ષાની કમિટીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન સહિત કુલ ૧૩ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે હોદ્દાની રૂએ ઉધોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ શ્રી, ઉદ્યોગ કમિશનર ઇન્ડેક્ષટીબીના મેનેજિંગ ડિરેક્ટર, કૃષિ નિયામક, શ્રમ અને રોજગાર નિયામક, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક/સંયુક્ત/નાયબ સચિવ, નાણા વિભાગના નાણાકીય સલાહકાર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીના પ્રમુખ, સી.ઇ.ડી.ના ડાયરેક્ટર અને અટીરાના ડાયરેક્ટરનો સમાવેશ થાય છે. જયારે સભ્ય સચિવ તરીકે ઉદ્યોગ કમિશનરની કચેરીના અધિક/સંયુક્ત/નાયબ કમિશનર રહેશે તેમ, ઉદ્યોગ અને ખાણ વિભાગની યાદીમાં જણાવ્યું છે.