જે નોટિસો અપાઈ છે તે ખેડૂતના નામે અહીં કોઇ જમીન જ નથી, ખોટી ફરિયાદો દાખલ કરવા માટે એજન્સીઓને દબાણ
નોટિસ બાદ પૈસા 30 દિવસમાં ભરી દેવાના ! એ ભર્યા પછી પણ જો કેસ ના કરવો હોય તો ગુનાની માંડવાળ માટે બમણા પૈસા ભરવાના, એટલે કે, 48,47,403 X 2 = 96,94,806 રૂપિયા ભરવાના !!
જો દંડની રકમ નહિ ભરો તો જમીન પર બાકી મહેસુલ બોલાશે, બાકી મહેસુલ એટલે 3-4-5 વર્ષે જમીન સરકાર હસ્તક થઇ જાય. 7/12માંથી ખેડૂતનું નામ નીકળી “શ્રી સરકાર” લખાઇ જાય. એ જમીનનો વહીહવટ કલેકટર હસ્તક જતો રહે, એ જમીન કોઇ પણ માનીતા કોર્પોરેટને સરકાર રૂપિયા મીટરના ભાવે વેચી શકે ! લીઝ ઉપર આપી શકે,!
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી સાગર રબારીએ આક્ષેપ કરતા આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં સરકાર ગામડા અને ખેડૂતો વિરોધી કાયદાઓ ઘડી રહી છે. જેમાં એસ,આઇ.આર. એકટ 2009, ગુજરાત લેન્ડ સીલિંગ એક્ટ,ગુજરાત ટેનન્સી એક્ટ, ગુજરાત સિંચાઇ અને ગટર વ્યવ્યસ્થા અધિનિયમ, આ કાયદાનો જયારે ડ્રાફટ વિધાનસભામાં રજુ થયો ત્યારથી અમે વિરોધ કરતા આવ્યા છીએ. પત્રિકાઓ, બાઇક રેલીઓ, આવેદન પત્રો વગેરે ઘ્વારા ખેડૂતોને કાયદાઓ વિષે માહિતગાર કરવાનું કામ કર્યું એને પરિણામે તે વખતે સરકારે નિયમો ઘડીને અમલ કરવાનું મોકૂફ રાખેલું.ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા, સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોને સિંચાઇના દંડની જે નોટિસો મળી છે તે ઘણા કિસ્સામાં ખેડૂતોની જમીનની કુલ બજાર કિંમત કરતા પણ વધારે છે.
સરદારસિંહ મેરૂભા, 24,27,123,
નાગજીભાઈ સુરાભાઈ 24,27,123,
મેરૂભા અણદુભા 48,47,403.
સાગર રબારી એ વધુમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત ખેડૂતના નામે અહીં કોઇ જમીન જ નથી, ખોટી ફરિયાદો દાખલ કરવા માટે એજન્સીઓને દબાણ કરાય છે.આ પૈસા 30 દિવસમાં ભરી દેવાના ! એ ભર્યા પછી પણ જો કેસ ના કરવો હોય તો ગુનાની માંડવાળ માટે બમણા પૈસા ભરવાના, એટલે કે, 48,47,403,00 X 2 = 96,94,806,00 રૂપિયા ભરવાના !! મુખ્ય જવાબદાર અધિકારી દ્વારા ખેડૂતો સાથે અસભ્ય ભાષામાં વાત કરી ખેડૂતોને અપમાનિત કરતા હોવાની અનેક ફરિયાદો મળી છે. ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી લાઇનો ખોદીને બહાર કાઢવામાં આવી રહી છે. નિર્દોષ ખેડૂતોના ખેતરોના ઉભાપાકમાં મશીનો ચલાવી ખોદકામ કરવામાં આવે છે. પાક નુકશાન કરવામાં આવે છે એ પણ માત્ર શંકા ના આધારે આવી રીતે માત્ર ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એવી રીતે લાખો રૂપિયાની પાણી ચોરીના દંડની ખેડૂતોને નોટિસો આપવામાં આવે છે, એ પણ પૂરતા પૂરાવા મેળવ્યા વગર એની સામે આ રૂટમાં આવતા અનેક ઉદ્યોગોમાં, હોટેલમાં પાણી ચોરી થાય છે જેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અધિક્ષક ઇજનેર દ્વારા એજન્સીઓ પર દબાણ ઊભું કરી પૂરાવા ના હોય તો પણ મૌખિક માહિતી ના આધારે નામ જોગ ખેડૂતો પર કેસ કરવા માટે એજન્સીઓ પર દબાણ કરવામાં આવે છે. આ માહિતી પણ એજન્સી દ્વારા પ્રાપ્ત થઇ છે, જો કાઇ બોલશો તો કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેક લીસ્ટ કરી દેવાની ધમકીઓ એજન્સીઓને મળી રહી છે !અમારા સ્થાનિક આગેવાન રાજુભાઈ કરપડા તમામ વિગતો એકત્રિત કરી ટુંક જ સમયમાં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી ખેડૂતોને ન્યાય મળે એ માટે લડત આપશે.અમે સૌરાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે જે ખેડૂતો પર પાણીચોરીની ખોટી ફરિયાદો થઇ છે તે અમારો સંપર્ક કરે એ વખતે પણ અમે કહ્યું હતું .
સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ફરી ભારપૂર્વક કહીએ છીએ કે એ વખતે જ કાયદામાં જોગવાઇ કરેલી કે જો દંડની રકમ નહિ ભરો તો જમીન પર બાકી મહેસુલ બોલાશે, બાકી મહેસુલ એટલે 3-4-5 વર્ષે જમીન સરકાર હસ્તક થઇ જાય. 7/12માંથી ખેડૂતનું નામ નીકળી “શ્રી સરકાર” લખાઇ જાય. એ જમીનનો વહીહવટ કલેકટર હસ્તક જતો રહે.આ દંડની રકમ લેવા પાછળનો સરકારનો લેસ માત્ર ઈરાદો નથી , કલેકટરના માધ્યમથી એ જમીન કોઇ પણ માનીતા કોર્પોરેટને સરકાર રૂપિયા મીટરના ભાવે વેચી શકે ! લીઝ ઉપર આપી શકે,! ઇચ્છે તેમ કરી શકે એના માટેની આ આખી કસરત છે !