અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી ઉમંગ મોજીન્દ્રા
આજે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને મળીને ખોટી એડમિશન પ્રોસેસ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી
અમદાવાદ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી ઉમંગ મોજીન્દ્રાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સરકારી આર્ટસ કોલેજ કે.કા શાસ્ત્રી કેમ્પસ દ્વારા પ્રથમ વર્ષ બી.એ.ના એડમિશનમાં ગેરરીતિ આચરતા ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી એડમિશન કમિટી દ્વારા વિવિધ રાઉન્ડ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે પરંતુ સરકારી આર્ટસ કોલેજ કેકા શાસ્ત્રી કેમ્પસ દ્વારા મનસ્વી રીતે પ્રવેશ પ્રક્રિયા ચલાવવામાં આવતી હોય તેવું દેખાય આવે છે GUAC દ્વારા ઇન્ટર સે મેરીટ માટેની કી ડેટ્સ બહાર પાડવામાં આવી છે આ પ્રમાણે કોલેજોએ ઇન્ટર સે મેરીટ રાઉન્ડમાં તારીખ 19 થી 22 સુધીમાં ફોર્મ સ્વીકારવાના હોય છે પરંતુ કે.કા.શાસ્ત્રી કોલેજ દ્વારા બે દિવસ બાદ એટલે કે 21 તારીખ થી 2 દિવસ વધુ સુધી એટલે કે 24 તારીખ સુધીમાં ફોર્મ સ્વીકાર્યા છે. ઉપરાંતમાં 26 તારીખે મેરીટ જાહેર કરવાના બદલે 25 તારીખે મેરીટ જાહેર કરી દીધેલ છે. આ મેરીટ SSC કે HSC માંથી કોના આધારે મેરીટ જાહેર કર્યું કે પછી સબ્જેક્ટ પ્રમાણે જાહેર કર્યું તેવી કોઈ જ સ્પષ્ટતા કોલેજ દ્વારા કરવામાં આવી નથી.ઉપરાંતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપેલ સૂચનાઓનો ઉલ્લંઘન કરી મનસ્વી રીતે અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દીધેલ છે. આજે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને મળીને ખોટી એડમિશન પ્રોસેસ બંધ કરવાની રજૂઆત કરવામાં આવી.