અમદાવાદ
ડે.મ્યુની. કમીશનર મધ્ય ઝોનની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે મધ્ય ઝોન વિસ્તારમાં આવેલ બી.આર.ટી.એસ રૂટ વિકટોરીયા ગાર્ડનથી રાયપુર દરવાજા થી સારંગપુર દરવાજા થી કાલુપુર જંકશન થી આસ્ટોડીયા દરવાજા થી દિલ્લી દરવાજા સુધીના ટી.પી રસ્તા,ફુટપાથ,જંકશન પરથી ૦૫ -નંગ લારી,૧૧૨-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.વધુમાં ૦૬-નંગ કાચા/પાકા શેડ તથા ૩૨-નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે . શાહીબાગમાં માધુપુરા યુ.એચ.સી પાસે ગેરકાયદેસર પાર્ક કરેલા ૦૬ વાહનો લોક મારી રૂા.૧૫,૦૦૦/- દંડ વસુલ કરેલ છે. ખાડીયામાં ગેરકાયદેસર પાર્ક કરેલા ૧૧ વાહનો લોક મારી રૂા.૧૭,૦૦૦/- દંડ વસુલ કરેલ છે તથા જાહેર રસ્તા ઉપર દબાણ પેટે વહીવટી ચાર્જ રૂા.૭,૫૦૦/- દંડ વસુલ કરેલ છે. શાહપુરમાં જાહેર રસ્તા ઉપર દબાણ પેટે વહીવટી ચાર્જ રૂા.૫,૦૦૦/- દંડ વસુલ કરેલ છે. ખાડીયામાં રીલીફરોડ, ઝવેરીવાડ પાસે આવેલ મકાનનો આશરે ૪૮ ચો.મી. જર્જરીત ભાગ દુર કરવામાં આવેલ છે.આમ, મધ્ય ઝોન હદ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી દરમ્યાન લારી ૫-નંગ, બોર્ડ-બેનર્સ ૩૨-નંગ, અન્ય પરચુરણ સાધન સામગ્રી આશરે ૧૧૨-નંગ દબાણ ગાડીમાં ભરી દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ, ૦૬-નંગ કાચાપાકા શેડ દુર કરેલ છે તથા ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ ૧૭ વાહનોને લોક મારેલ છે તથા કુલ રૂા.૪૪,૫૦૦/- દંડ વહીવટી ચાર્જ પેટે વસુલ કરેલ છે.આમ, જાહેર માર્ગો પરના જાહેર જનતા તથા ટ્રાફિકને અવર-જવરમાં નડતરરૂપ દબાણો દૂ૨ ક૨વાની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે.