SASA પ્રોજેક્ટ હેઠળ ચાલતાં CCTV જંકશનો પર અંદાજે 5629 જેટલાં કેમેરામાંથી 727 જેટલા  ડીસમેન્ટલ અને ૬૩૬ કેમેરા બંધ : નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ 737 જેટલાં કેમેરા  લગાવવાનું આયોજન

Spread the love

અમદાવાદ

સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. અંતર્ગત વર્ષ ૨૦૧૮માં સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ. સદરહું પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરમાં જે-તે સમયની જરૂરીયાત મુજબ પોલીસ વિભાગ, BRTS અને AMC નાં વિવિધ વિભાગોનાં સંકલનમાં રહીને પોલીસ સર્વેલન્સ, અ.મ્યુ.કો. કચેરીઓનાં સર્વેલન્સ, BRTS કોરીડોરમાં પ્રવેશતાં અનધિકૃત વાહનોનાં સર્વેલન્સ, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી સારૂ ઈ-મેમો માટેનાં જંકશન સર્વેલન્સ એવાં કારણોસરનાં અંદાજે 5629 જેટલાં કેમેરા વિવિધ જગ્યાઓ પર લગાવવામાં આવેલ હતાં. સમયાંતરે શહેરભરમાં ચાલતાં વિકાસલક્ષી કાર્યો જેવાં કે, ઓવરબ્રિજ બનાવવાં, રોડ વાઈડીંગ, સેન્ટ્રલ વર્લ્ડ બ્યુટીફીકેશન, મેટ્રોને લગતાં કામો, બુલેટ ટ્રેનને લગતાં કામો, રોડ રી-ડેવલપમેન્ટ, બિલ્ડીંગ રીનોવેશન/શીફ્ટીંગ વિગેરે જેવાં કારણોસર અત્યાર સુધીમાં 727 જેટલા કેમેરા ડીસમેન્ટલ કરેલ છે.

આમ, સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ હાલ અમદાવાદ શહેરમાં કુલ કેમેરા કેમેરાની આજની સ્થિતિ નીચે જણાવ્યા મુજબની છે.

• સદર પ્રોજેક્ટની શરૂઆતમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનીટરીંગ માટે આપવામાં આવેલ લિસ્ટ મુજબ કુલ ૧૩૦ જંકશન પૈકી હાલ ૧૧૩ જંકશન પર 1695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બંધ (DOWN) છે • પોલીસ સર્વેલન્સનાં હેતુસર જેવાં કે, રથયાત્રા, તાજીયા, જાહેર માર્ગો વિગેરે પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલ છે. જે પૈકી 49 કેમેરા બંધ છે. • અ.મ્યુ.કો. ની વિવિધ કચેરીઓ અને પ્રિમાઈસીસ જેવાં કે ઝોનલ અને વોર્ડ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, મ્યુનિ. શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે.

• BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવેશને અટકાવી શકાય તે હેતુસર BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવેલ છે. જે પૈકી 10 કેમેરા બંધ છે.

આમ ઉપરોક્ત વિગતો ધ્યાને લેતાં સ્માર્ટ સિટી અમદાવાદ ડેલપમેન્ટ લી. હસ્તક સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલ કેમેરા પૈકી 85 થી 90% જેટલાં કેમેરા કાર્યરત રહે છે. અને અંદાજે 10-15% જેટલાં કેમેરા જ ટેક્નિકલ કારણો સર ડાઉન રહે છે જે એક રૂટિન પ્રક્રિયા છે. જે ડાઉન રહેવાનાં કારણોમાં BSNL દ્વારા આપવામાં આવેલ કનેક્ટીવીટી, પાવર સોર્સ, હાર્ડવેર પ્રોબ્લેમ વિગેરે જેવાં વિવિધ ટેકનિકલ બાબતોનો સમાવેશ થાય છે. અને તેનું ૨૪ x ૭ અત્રે પાલડી ખાતે આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી સતત મોનીટરીંગ કરવામાં આવે છે અને રોજ બરોજ કેમેરાનાં મેન્ટેનન્સની કામગીરી અત્રેથી જે-તે એજન્સી મારફતે કરાવવામાં આવે છે. સમગ્ર અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી ઉપરાંત અન્ય સંસ્થાઓ જેમ કે પોલીસ વિભાગ, NHAI વિગેરે દ્વારા પણ કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેમકે, અત્રેની કચેરીએ મળેલ માહિતી મુજબ પોલીસ વિભાગ દ્વારા city Surveillance and Intelligent Traffic Monitoring System (CSITMS) પ્રોજેક્ટ અંતર્ગત અંદાજીત 220_PTZકેમેરાનું સંચાલન કરવામાં આવે છે અને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ 737 જેટલાં કેમેરા શહેરભરમાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમેરાનાં ઈન્સ્ટોલેશન, મોનીટરીંગ અને સંચાલનની કામગીરી પોલીસ વિભાગ દ્વારા જ કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત NHAI દ્વારા SG હાઇવે પર CCTV લગાવવાની અને કંટ્રોલ રૂમ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે . હાલમાં જ અ.મ્યુ.કો. તરફથી મળેલ નાણાકીય મંજૂરી મુજબ શહેરભરમાં આવેલ વિવિધ 84 બ્રિજ પર તથા જરૂર જણાયે SG હાઈવે પરનાં બ્રીજ પર NHAI સાથે સંકલન કરી તેમની પરવાનગી મળીયેથી જરૂર મુજબનાં વધારાનાં CCTV કેમેરા લગાવવાનું કામ પણ હાલ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.આમ, સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. દ્વારા સમયાંતરે પોલીસ વિભાગ, અ.મ્યુ.કો., NHAI વિગેરે સંસ્થાઓ સાથે સંકલનમાં રહી તેઓની જરૂરીયાત મુજબની જરૂરી કામગીરી કરી આપવામાં આવેલ છે. અને તે કામગીરી સંતોષકારક રીતે થાય અને તેનાં પરિણામ લોકોપયોગી બને તે માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. હંમેશા કાર્યબદ્ધ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com