GJ-18 મનપા દ્વારા સેક્ટર 30 સ્થિત ઢોરવાડો જયાં ગાયો અને અબોલ જીવોને રાખવામાં આવે છે, તે ગાયોના સંદર્ભે ભારે ધમાસાણ થયેલ છે, ત્યારે ગૌરક્ષા એવી ઢોર વાડાને અત્યંત આધુનિક બનાવવા મેયરે પણ હવે કોઈ કચાશ છોડવાના મૂડમાં નથી ,ત્યારે હવે મેયર પોતે પણ દર અઠવાડિયે અચાનક જ મુલાકાત લઈને દરેક નગરસેવકો વારાફરતી મુલાકાતો લે તે માટે પ્રયત્ન આદરી દીધા છે. બાકી મેયર તડ અને ફડ જેવા છે, ત્યારે ગાયોના અહેવાલ બાદ સૌ પ્રથમ મેયરે સેક્ટર 30 ના ઢોર વાળા ની મુલાકાત લઈને રંગા ,બીલ્લાના આ પ્રશ્ને રિમાન્ડ લીધા હતા મેયર ને આ પ્રશ્ને પુચ્છા કરતા મેયરે જણાવેલ કે, ગૌ માતા થી લઈને અબોલ જીવ માટે હવે તંત્ર એવા રંગા,બિલ્લા કરતા અમે વધુ ધ્યાન આપવા માંગીએ છીએ, ત્યારે મેયરે જણાવ્યું કે, ઢોર વાળાના અચ્છે દિન લાવવા સૌ નગરસેવકો સાથે બબ્બે દિવસે રાઉન્ડ લેવાનું પણ નક્કી કરીને એક મહેકમનું નવું માળખું વધારે આના માટે સ્પેશિયલ ઊભું કરવા સામાન્ય સભામાં દરખાસ્ત પણ પાસ કરી છે.
મેયરે હિતેશ મકવાણા દ્વારા વધુમાં જણાવ્યું કે, CNCD વિભાગના મહેકમના માળખામા સુધારો થશે એટલે એ ત્રણ જેટલી જગ્યાઓ પણ સિનિયર વહીવટી અધિકારી કચેરી અધિક્ષક તેમજ સેનેટરી ઇન્સપેક્ટર ની ત્રણ નવી જગ્યાઓ ઊભી કરવાની દરખાસ્ત પણ કરેલ છે, ત્યારે CNCD વિભાગ ધમધમતો થાય તે જરૂરી છે. પોતે જણાવેલ કે, બને વેટરનરી ઓફિસર ફિલ્ડ વર્કની કામગીરી પૂરેપૂરી કાર્યક્ષમતાથી કરી શકતા નો હોવાનું અને અનેક ફરિયાદો પણ મળવા પામી છે.ત્યારે ભાજપમાં રંગા,બિલ્લાની કાર્યવાહી સામે ત્રણ ફાટા પડ્યા છે. એક ફાંટો જવા દો…, ફાટો ફીટ કરી દો…, ત્રીજો ફાંટો આ ના ચલાવી લેવાય…, ત્યારે ભાજપના સાત થી આઠ નગર સેવકો પોતે ઢોરવાડાની મુલાકાત રોજબરોજ ઘાસના પુડા ખવડાવવા જઈ રહ્યા છે ,ત્યારે મેયર દ્વારા સોમવારે હોહા મચાવીને રંગાની પુંગી બજાવી હતી, ત્યારબાદ બીજા દિવસે સામાન્ય સભા હોવાથી પછી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં મેયરે મન બનાવી લીધું હતું. ત્યારે મેયરે પણ આ સંદર્ભે ગંભીરતા દાખવીને ગાયો અને અબોલ જીવના પ્રશ્ને જરાય ચલાવી લેવાના મૂડમાં નથી, ત્યારે મેયરને પણ ઘંટડીઓ ઓળખાણની ખાણની રણકી ઉઠી છે, કે જવા દો…, મેર આ પ્રશ્ને જે થવું હોય તે થાય, બાકી અબોલ જીવ માટે જરાય પણ જતું નહીં કરવાનું જણાવી દીધેલ,
મેયર દ્વારા હવે મોટાભાગનું ફોકસ ઢોરના ડબ્બાને સુધારો જડ મૂળથી કરીને 10 જેટલી જગ્યાઓ ભરીને એક વહીવટી આયોજન ઊભું કરવા સામાન્ય સભામાં પાટલી થબથબાવી દીધી છે.
ભાજપના નગરસેવકોમાં પદમસિંહ ચૌહાણ, ભરત ગોહિલ, ગૌરાંગ વ્યાસ, શૈલેષ પટેલ, કિંજલ પટેલ, પોતે ઢોર વાડા ની મુલાકાત લઈને રોજ ચારો નાખવા જઈ રહ્યા છે, ત્યારે નગરસેવકોમાં પણ આ મુદ્દે કાર્યવાહી નો સુર ગુંજી ઉઠ્યો છે, ત્યારે આ નગરસેવકોને સત સત વંદન છે, હવે સેક્ટર 30 ના ઢોરવાડાના અચ્છે દિન આવે તેવી શક્યતા જોઈ રહી છે. સૌથી વધારે રંગા ,બિલ્લા સામે કાર્યવાહી ના થાય તે માટે મેયર ઉપર ફોનની ઘંટડીઓ રણકતા મેયર કોઈપણ સંજોગે છોડવાના મૂડમાં નથી, અબોલ જીવ માટે મેયર પોતે સોમવારે ઢોરના ડબ્બે પ્રથમ પહોંચ્યા હતા તથા કાદવ કીચડમાં ફરીને તમામ સવલતોની ઝીણવટ ભરી સ્થિતિ સુધારવા પોતે અત્યારે મોટા ભાગનું ધ્યાન ઢોરવાડા ઉપર રડાટ રાખી દીધું છે.