ગુજરાતનું કહેવાતું GJ-18 નો પૂરપાટ વેગે વિકાસ થયો છે, ત્યારે રોડ, રસ્તા ના કામોમાં હર હંમેશા તકલાદી કામો અને તકલાદી કોન્ટ્રાક્ટરો મળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે સેક્ટર 30 ના સ્મશાન થી GEBC ( ચરેડી) તરફ જતો રસ્તાનું નવું નામકરણ લપસીયા રોડથી પ્રચલિત થયું છે, અહીંયા રોજ ચાર થી પાંચ વાહન ચાલકોના હાડકા, પાંસળી, મણકા તૂટે છે, રોડ પણ તૂટી તો ગયો છે, પણ માટી ,કાકરી સાથે બહાર આવીને લેવલ પણ ઊંચા થઈ ગયા છે, ટુ વ્હીલર વાહન ચાલક ગમે તે રીતે નીકળી જાય, પણ મોટા વાહનોને નીકળવું એટલે સાત કોઠા પાર કરવા પડે તેવી સ્થિતિ, ત્યારે સેક્ટર 30 નું સ્મશાન પાસેના રોડ, રસ્તે રાત્રે નીકળતા અનેક રહીશો પડ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
વરસાદમાં આ રોડની હાલત દર વર્ષે ખરાબ થઈ જાય છે, ત્યારે અહીંથી ટ્રકો પણ ખૂબ જ નીકળે છે, ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો રોજબરોજ આવન જાવન કરતા હોય તેમને રસ્તા નો ખ્યાલ છે, પણ અન્યને અહીંયા હાડકા તોડવા હોય તો અહીંથી પસાર થાય એટલે ખબર પડે, ત્યારે આ રોડ, રસ્તા નું હવે કંઈક કરો તેવી લોક માંગ ઉઠવા પામી છે.
બોક્સ :-
લપસીયા રોડમાં જે લપસી ગયા હોય તેના હાર્ટફેઇલ પણ થઈ ગયા છે, ત્યારે દવાખાને લઈ જવાની વાત દુર રહી, સીધા સ્મશાને પહોંચી જાય તેવી હાલત થઈ છે,