AMCના હેલ્થ ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ફોર્મ-સી રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બંધ કરવાના કામને મંજૂરી : અન્ય ૧૯.૩૪ કરોડથી વધુના કામોને મંજૂરી :હિતેશ બારોટ

Spread the love

સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ, યુ.સી.ડી., હેલ્થ અને એસ્ટેટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ સહિત અન્ય ૧૯.૩૪ કરોડથી વધુના કામોને મંજૂરી

અમદાવાદ

મેયર કિરીટ પરમાર, ડે. મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ, યુ.સી.ડી., હેલ્થ અને એસ્ટેટ વિભાગ તેમજ રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ અને હોસ્પિટલ કમિટીના,હેલ્થ ખાતા દ્વારા રજૂ થયેલ કામમાં ધી ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૨૦૨૧ અમલમાં આવતા ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૪૯ રદ્દ કરવામાં આવેલ હોઈ અમદાવાદ શહેરમાં આવેલ ખાનગી નર્સિંગ હોમ / હોસ્પિટલ ને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ફોર્મ-સી રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બંધ કરવાના કામને મંજૂરી આપવામાં આવી

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ્સ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટને ફરતે કમ્પાઉન્ડ વોલ કરવા માટે રૂા. ૧૧૩ લાખથી વધુના કામને,ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં કાન્તમ પાર્ટી પ્લોટ પાસે આવેલ મણીચંદ્ર બંગ્લોઝવાળા રોડને આર.સી.સી. રોડ બનાવવા માટે રૂા. ૫૭ લાખથી વધુના કામને ,ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે રૂા. ૧૦૦૭ લાખથી વધુના કામને , ઉત્તર ઝોનમાં જુદા જુદા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટના કામો તેમજ સ્ટ્રીટ લાઇટ સુધારણાના કામો માટે રૂા. ૫૦૦ લાખની મર્યાદામાં “સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશનીંગ ઓફ સ્ટ્રીટલાઇટીંગ સીસ્ટમ વીથ કમ્પલીટ ઇલેકટ્રીકલ એન્ડ મીકેનીકલ એસેસરીઝ સાથેનો ટર્ન-કી બેઇઝ કામગીરી કરવાના કામને, ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી ફુટપાથ, ફુટપાથ રીપેરીંગ, નોઝીંગ, સેન્ટ્રલ વર્જ કલર વર્ક કરવા માટે રૂા. ૭૭ લાખથી વધુના કામોને,હોસ્પિટલ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી શ્રીમતી શા.ચી.લા.જનરલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગની જરુરીયાત સારૂ રીટ્રોફીટ ડીજીટલ રેડીયોગ્રાફી સીસ્ટમ (ત્રણ નંગ) ખરીદ કરવા માટે રૂા. ૧૫૧ લાખથી વધુના કામને,નગરી આંખની હોસ્પિટલની જરૂરીયાત સારૂ ડાયોડ લેસર ઇનડાયરેકટ ઓપ્થાલમોસ્કોપી એન્ડો લેસર મશીન ખરીદ કરવા માટે રૂા. ૨૯ લાખથી વધુના કામોને મંજુરીઓ આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com