ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ :  છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી : ઇન્ચાર્જ CP પ્રેમવીર સિંહ

Spread the love

ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના : તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે જેલમાંથી છુટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી : 181 સાહેદોને તપાસવામાં આવ્યા અને આઠ સાક્ષીઓના નિવેદન લેવાયા : પ્રેમવીર સિંહ

અમદાવાદ

અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને નવ લોકોના મોત નીપજાવવાના કેસમાં પોલીસ આજે તથ્ય પટેલ વિરૂદ્ધ કોર્ટમાં ૧૭૦૦ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટમાં કારનો રિપોર્ટ, FSL રિપોર્ટ, 50 સાક્ષીઓની જુબાની ઉપરાંત જગુઆર કાર સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે.એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને પહોંચ્યા હતાં. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી છે. તમામ પાસાઓની તપાસ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ કરાઈ છે. વૈજ્ઞાનિક અને દસ્તાવેજી પુરાવા સહિત સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપી સામે પુરતા પુરાવા છે.

પ્રેમવીરસિંહ વધુમાં જણાવ્યું હતું કે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે અને 181 સાહેદોને તપાસવામાં આવ્યા છે અને આઠ સાક્ષીઓના નિવેદન લેવાયા છે. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના છે.

RTO તરફથી ગાડીની તપાસ કરાવવામાં આવી છે. ગાડીમાં બેસનારની તપાસ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીનું DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ માટે બહુ પડકારરૂપ કેસ હતો.કોઈ પુરાવાનો નાશ ના થાય તે અમારા માટે ચેલેન્જ હતી. બનાવના 3 કલાકમાં તથ્યનું બ્લડ સેમ્પલ લીધું હતું. ગાડી ઓવર સ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારરૂપ હતું. તથ્યને હોસ્પિટલ લઈ જવાની જાણ હોસ્પિટલે પોલીસને કરી હતી પણ તથ્યના પિતાએ નહોતી કરી. બીજી તરક તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે જેલમાંથી છુટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ મુદ્દે આવતીકાલે કોર્ટમાં સુનાવણી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com