AMC દ્વારા નામ.હાઇકોર્ટ સમક્ષ થયેલ પી.આઇ.એલ. અંતર્ગત રસ્તા પરના લુઝ દબાણો તેમજ ગેરકાયદેસર રીતે પાર્ક થતાં વ્હીકલો લોક કરવાની કામગીરી હાથ ધરાઈ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા ટી.પી. રસ્તા પરના દબાણો મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણો/બીનપરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગ રુપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી (પશ્ચિમ ઝોન)ની રાહબરી માર્ગદર્શન હેઠળ નામ.હાઇકોર્ટ સમક્ષ થયેલ પી.આઇ.એલ. નં. ૧૭૦/૨૦૧૭ અંતર્ગત રસ્તા પરના લુઝ દબાણો તેમજ ગેરકાયદેસર રીતે પાર્ક થતાં વ્હીકલો લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.સરદાર પટેલ બાવલાથી નારણપુરા ચાર રસ્તા થઇ અંકુર ચાર રસ્તા થઇ પલ્લવ ચાર રસ્તા થઇ શાસ્ત્રીનગર સુધી (૨) પરીમલ અંડરબ્રીજથી સી.જી. રોડ, સ્ટેડિયમ પાંચ રસ્તાથી ગોલ્ડન ટ્રાએંગલ સુધીના જાહેર રસ્તા ઉપર પશ્ચિમ ઝોન એસ્ટેટ નગર વિકાસ ખાતાના તમામ સ્ટાફ દ્વારા દબાણવાન અને દબાણ મજુરોની મદદથી ૧-નંગ સાદી લારી, ૧-લોખંડનું ટેબલ, ૭-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે તથા ૨-ઓટલા દૂર કરી ૧૪.૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરેલ છે. ઉપરાંત ટ્રાફીક પોલીસ તથા એસ્ટેટ સ્ટાફ દ્વારા સંયુક્ત ડ્રાઇવ હાથધરી આ જાહેર રસ્તાઓ ઉપરના દબાણ વ્હીકલ સીઝ કરી ૨ નંગ સાદી લારી તથા ૧ કાઉન્ટર જપ્ત કરેલ છે અને ટ્રાફીક પોલીસ સાથે રહી ૧૨- વ્હીકલ્સને લોક કરી વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.નવરંગપુરા વોર્ડમાં સી.જી રોડ પર જાહેર રોડ તથા ફુટપાથ પરના દબાણો દુર કરેલ છે તથા જાહેર રોડ/ ફુટપાથ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ ૧૩ વાહનોને લોક કરી વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. • પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ઓનગોઇંગ સાઇટ દ્વારા જાહેર રસ્તા ઉપર બીલ્ડીંગ મટીરીયલ રાખી તથા મ્યુનિ. રોડ/રસ્તાના નુકશાન કરવા બદલ વોર્ડ-નવરંગપુરામાં શાનવ, જી.એલ.એસ. કોલેજ, તથા વોર્ડ-નારણપુરામાં શીવમ એલીગન્સ, નંદીતા એપાર્ટમેન્ટના રહેણાંક પ્રકારના બાંધકામને તમજ અજંતા પાર્ક સોસાયટી પાસેના મીક્ષ પ્રકારના બાંધકામને સીલ કરેલ છે તથા શાનવ નામની બાંધકામ સાઇટ પાસેથી ૫૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.વોર્ડ-ચાંદખેડા-સાબરમતી માં પાવર હાઉસથી વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ બી.આર.ટી.એસ. રુટ પરથી ૪-નંગ સાદી લારી, ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.વોર્ડ-પાલડીમાં ચંદ્રનગર બી.આર.ટી.એસ.પાસેના રસ્તા પર પાર્કીંગ કરતા વાહનોના દબાણ પેટે રૂા.૧૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ લીધેલ છે, ઝવેરી હોલ ખાતેના સ્વનિધિ પ્રોગ્રામ અન્વયે હોલની આસ-પાસથી ૧-નંગ લારી, ૨૩-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે. તેમજ મહર્ષિ રવિન્દ્રનાથ ટાગોર સોસાયટી પાસેના બંગલા નં. ૩૦ પાસેથી ટી.પી. રોડ પર બિલ્ડીંગ મટીરીયલ્સ બ્રીઝ નાંખવાના દંડ પેટે રૂા.૫,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ લીધેલ છે.વોર્ડ-રાણીપમાં રાણીપ ગામથી બલોલનગર થઇ એસ.વી. સ્કવેર સુધી અંદાજી ૧૦-નંગ લારીઓને સ્ટ્રીમલાઇન કરાવેલ છે. પશ્ચિમ ઝોન જાહેર ખબર વિભાગ દ્વારા પ્રિ-સ્કૂલ, મોટેરાના બિનપરવાનગીની જાહેરાત બદલ રૂા.૫૦૦- વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે.

પશ્ચિમ ઝોન પરમીટ વિભાગ દ્વારા એસેન્ડ ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રચર પ્રા.લી. પાસેથી ટી.પી. ૨૬, એફ.પી.૧૨ના પ્લોટના રૂા.૩,૩૬,૧૯૪ ભાડા પેટે જમાં લીધેલ છે.સ્ટેડિયમ પાંચ રસ્તાથી પરિમલ ગાર્ડન સી.જી. રોડ તથા પંચવટી સર્કલથી પાંજરાપોળ ચાર રસ્તા સુધી ના રોડ પરથી ૬-નંગ લારી, ૧-કાઉન્ટર, ૩૬-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે.વોર્ડ-નવા વાડજમાં ભીમજીપુરા થી અખબારનગર સુધીના રસ્તા પર ૧-નંગ લારી, ૧૫-કી.ગ્રામ. ઘાસચારો જપ્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com