અમદાવાદ
આજ રોજ તા. ૨૭૦૭.૨૦૧૩, ગુરુવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના યુ.સી.ડી.વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના તમામ ૦૭ ઝોનમા શેરી ફેરિયાઓ માટે ભારત સરકારશ્રીના Ministry of Housing and Urban Affairs (MoHUA) દ્વારા અમલમા મુકેલ પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત ને લોન મેળવેલ શેરી ફેરીયાઓ અને તેમના પરિવારજનોને “સ્વનીધી સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની જુદી જુદી ૦૮ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), મકાન અને અન્ય બાંધકામ શ્રમિક હેઠળ નોંધણી (BoCW), પીએમ શ્રમયોગી માનધન યોજના (PM-SYM), વન નેશન વન રાશન કાર્ડ (ONORC), જનની સુરક્ષા યોજના (ISY), પીએમ માતૃ વંદના યોજનાના લાભો આપવા માટે ખાસ કેમ્પોનુ આયોજન કરવામાં આવેલ. આ “સ્વનીધી સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગતના કેમ્પોમા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, , ડે.મેયર, માન, ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી, તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, ડે. ચેરમેનશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,. સંસદસભ્યશ્રીઓ ,મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ તથા અમદાવાદ મહાનગરપાલિકાના ડે.મ્યુનિ.કમિશ્નરશ્રીઓ, આસી.મ્યુનિ.કમિશ્નરશ્રીઓ, યુસીડી ખાતાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ બેંકો તથા સરકારશ્રીના સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ તથા અંદાજીત ૪૬૦૦ જેટલા શેરી ફેરિયાઓ તેમના પરિવારજનો સાથે જે તે ઝોન ખાતેના કેમ્પમા ઉપસ્થિત રહેલ, જેઓને ૧૨૫૦૦ જેટલા વિવિધ લાભો આપવામાં આવેલ. આજના આ કેમ્પોમાં ઉપસ્થિત મહાનુભવોના વરદહસ્તે કુલ ૨૦૯ જેટલા શેરી ફેરીયાઓને લોન મંજુરી પત્રો, પરિચય બોર્ડ તથા માન.પ્રધાનમંત્રી દ્વારા યોજનાની માહીતી આપતો પત્ર એનાયત કરવામાં આવેલ.યુસીડી વિભાગ દ્વારા શહેરી શેરી ફેરીયાઓના ધંધારોજગારને પુન: બેઠા કરવા માટે આજ દિન સુધી ૯૨૭૦૯ શેરી ફેરીયાઓને રૂ.૧૦૦૦૦/-ની પ્રથમ લોન લેખે કુલ રૂ.૯૨.૭૦ કરોડ, પ્રથમ લોન ભરપાઇ કરેલ ૨૦૩૫૭ શેરી ફેરીયાઓને રૂ.૨૦૦૦૦/-ની બીજી લોન લેખે કુલ રૂ.૪૦.૭૧ કરોડ અને ૧૬૪૦ શેરી ફેરીયાઓને ૫૦૦૦૦ ની ત્રીજી લોન લેખે કુલ રૂ. ૮.૨૦ કરોડ મળી કુલ ૧૧૪૭૦૬ શેરી ફેરીયાઓને ૩.૧૪૧.૬૧ કરોડ રૂપિયાની લોન બેંકો મારફતે ચુકવવામા આવેલ છે. • આ યોજના અંતર્ગત લાભ મેળવેલ ફેરીયઓ તથા તેના પરિવારજનોને “સ્વનીધી સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની ૦૮ યોજનાઓ લાભો આપવા માટે દર માસે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના તમામ ઝોનમા ખાસ કેમ્પોનુ આયોજન કરાવી લાભો આપવામા આવે છે.“સ્વનીધી સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી ૧૫૯૬૧૪ જેટલા વિવિધ લાભો શેરી ફેરીયા અને તેમના પરિવારજનોને આ કાર્યક્રમ હેઠળ આવરી લઈ આપવામા આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના હેઠળ લોન મંજુર અને ડિસ્બર્સમેન્ટ કરાવવામાં ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન સમગ્ર દેશમા પ્રથમ ક્રમાંક ઉપર છે.