ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ભારે અઘરા છે, પોતે પ્લેન, હેલિકોપ્ટર, ટ્રેન, ક્રેન અને જેસીબી તથા ટ્રેક્ટર પણ ચલાવી જાણે છે, હમણાં ભારે વરસાદ પડતા પોતે દરેક સેક્ટરમાં કાદવ -કીચડ થઈ જતા અનેક રહીશોની બુમ આવતા તેમણે જેસીબી, ટ્રેક્ટર ભાડે રાખીને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી, પણ જેસીબી મળ્યા ખરા ,પણ ડ્રાઇવર ન મળતા પોતે જેસીબી અને ટ્રેક્ટર ટ્રોલી લઈને સાફ-સફાઈની ઝુંબેશ માં જ્યાં ખાડા પડ્યા હતા ,તે પૂરવા પોતે જેસીબી ચલાવીને પ્રજાના પ્રશ્નોને વાંચા આપી હતી, ત્યારે દેશ-વિદેશમાં ફરેલા અને ઘાટ ઘાટના પાણી પીધેલા એવા અઘરા ડેપ્યુટી મેયર કહી શકાય ,પોતે હેલિકોપ્ટર પણ ચલાવવાનું સારી રીતે જાણે છે, ત્યારે ખેડૂત હોવાથી ટ્રેક્ટર, jcb પોતે ચલાવે છે.
ખેતરમાં ઘોડો, ભેંસ થી લઈને તમામ ખેડૂતલક્ષી ઓજારો રાખે છે ત્યારે હમણાં વાવોલ રેલવે સ્ટેશન ખાતે પોતે ટ્રેન કઈ રીતે ચલાવે છે ,તે પણ શીખી ને આવ્યા છે ,બાકી મોટા જેસીબી પણ ચલાવી લે છે,
બોક્સ :-
GJ-18 મનપાના ડેપ્યુટી મેયર મૂડમાં આવે તો કાર્યાલયે બુલેટ ઉપર આવી જાય અને ક્યાંય ફરિયાદ હોય તો અચાનક ત્રાટકે, બાકી હર બંદર કા વેપારી તેમ હર ગાડી કા પાયલોટ જેવું કામ છે .