અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇન્સ. જે.આર.બલાત તથા A.S.I.કિરીટસિંહ હરીસિંહ તથા A.S.I. ભગવાનભાઇ મસાભાઇ દ્વારા નાસતા ફરતા આરોપી મોહંમદ ઇમ્તીયાઝ સન/ઓફ મોહંમદ ઇશાક કુરેશી ઉ.વ.૨૯ રહે- સી/૮, બાગે-રહેમત સોસાયટી, અલીફનગર, નારોલ અમદાવાદ શહેરને અમદાવાદ શહેર નારોલ સદાની ધાબી કેનાલ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી આજથી બે મહિના પહેલા તેના કહેવાથી તેના મિત્રો મોહમદ યાસીન ઉર્ફે કેપ્સ્યુલ મોહમદ ઇસ્લામ મન્સુરી, સાબીર ઉર્ફે બટકો, નાસીર ઉર્ફે કાણીયો તેના અન્ય મિત્ર શકિલ કાલૂભાઇ કુરેશીની મારૂતી સ્વીફ્ટ ગાડી લઇને અમદાવાદથી વિજાપુર તરફ વાછરડા ચોરી કરવા સારૂ મોકલેલ હતાં. ત્યાં વાછરડા ચોરી કરતા હતા ત્યારે કોઇએ એમની ગાડીનો પીછો કરી પકડવા જતા ગાડી પલટી ખાઇ ગયેલ. મોહમદ યાસીન ઉર્ફે કેપ્સ્યુલ ને ગાડીમાં વાછરડા સાથે પકડાઇ ગયેલ અને સાબીર ઉર્ફે બટકો, નાસીર ઉર્ફે કાણો ત્યાંથી ભાગી ગયેલ હોવાનું જણાવેલ.આ બાબતે વિજાપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ થયેલ હોય જેથી આજદીન સુધી તેની ધરપકડ ટાળવા પોલીસથી નાસતો ફરતો હોવાની વિગત જણાવેલ. જે સબંધે વિજાપુર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૪૨૩૦ ૩૦૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૨૭૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૬(ક), પ(ક), ૮(૪) તથા પશુઓ પ્રત્યે નો ઘાતકી પણુ અટકાવવાનો અધિનીયન કલમ- ૧૧(૧)(ઇ), ૧૧(૧)(એફ), ૧૧(૧)(જી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. જે ગુન્હામાં તે નાસતો ફરતો રહેલ છે. જેથી આરોપીની વધુ તપાસ અર્થે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે.
ગુન્હાહિત ઇતિહાસ
આરોપી વિરૂધ્ધ સને-૨૦૧૩-૧૪ માં વટવા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા ખૂનના ગુન્હો નોંધાયેલ છે જે ગુન્હામા ચારેક વર્ષ જેટલો સમય સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કેદ રહેલ છે તથા સને- ૨૦૨૦/૨૧ માં નારોલ પોલીસ પોલીસ સ્ટેશનમાં મારામારીના તથા ઇંગ્લીશ દારૂ ના ગુન્હામાં પકડાયેલ છે. જે ગુન્હાઓ સબબ આરોપી રાજકોટ જેલ ખાતે પાસા હેઠળ બે મહિના કેદ રહેલ છે.