અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવાની સુચના અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક અમિતકુમાર વસાવા તથા સાણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસએ આપેલ હોય જે અનુસંધાને સાણંદ પો.સ્ટે. ૧૧૧૯૨૦૫૦૨૩૦૪૨૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢવા પો.ઇન્સ. આર.એ.જાદવ એ પોલીસ સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસની મદદથી સદર ગુનો શોધી કાઢવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો જીગ્નેશભાઇ માનસંગભાઇ બ.નં-૧૪૩૧ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉપરોક્ત મોટરસાઇકલ ચોરી કરનાર ઇસમ ચોરીમાં ગયેલ GJ-01-NF-8904 નંબરનું મોટરસાઇકલ લઇ માણકોલ તરફ આવનાર છે જે હકિકત આધારે ડોળી ચોકડી પાસે વોચ ગોઠવી ચોરી કરનાર ઇસમ મહેશભાઇ ઉર્ફે મયલો ડાયાભાઇ રાવલ ઉ.વ-૪૦ રહે,કાવિઠા મહાદેવવાળુ ફળીયુ તા-બાવળા જી.અમદાવાદ નાઓ પાસેથી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીનું GJ-01-NF-8904 નંબરનું મોટર સાઇકલ કિ.રૂ.૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળ વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.પકડાયેલ આરોપીનું નામ-સરનામુઃ- મહેશભાઇ ઉર્ફે મયલો ડાયાભાઇ રાવલ ઉ.વ-૪૦ રહે,કાવિઠા મહાદેવવાળુ ફળીયુ તા-બાવળા જી.અમદાવાદ
પકડાયેલ મુદ્દામાલ
હિરો હોન્ડા કંપની મો.સા. નંબર GJ-01-NF-8904 કિં.રૂ.૧૫,૦૦૦/-
શોધાયેલ ગુનાઓ
(૧) સાણંદ પો.સ્ટે.૧૧૧૯૨૦૫૦૨૩૦૪૨૯/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન તથા ।-૧૪૩/૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ તથા ।-૧૨/૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૨) ચાદંખેડા પોલીસ સ્ટેશન -૮૭/૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૩) સરખેજ પોલીસ સ્ટેશન ।-૯૫/૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૪) બાવળા પોલીસ સ્ટેશન ૧૧૧૯૨૦૦૮૨૦૦૭૦૨/૨૦૨૦ જુગાર ધારા -૧૨ મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
PI શ્રી આર.એ.જાદવ, ASI, જસવંતભાઇ મફતભાઇ, HC જીગ્નેશભાઇ માનસંગભાઇ PC વિપુલભાઇ જેસંગભાઇ, PC ઇન્દ્રસિંહ નીરૂભા • આરોપીનો કોટો :