એક વર્ષ પહેલા ઓઢવ વિસ્તારમાં થયેલ રોકડ રૂ.૪,૪૪,૦૦૦ ની લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી અમિત ઉર્ફે કાણીયો ઉર્ફે ભીમ હરીશચન્દ્ર સહાની

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ.શ્રી કે.એસ. સિસોદીયા, અ.હેડ કોન્સ. મહેન્દ્ર વાસુદેવ, અ.હેડ કોન્સ. દિપનારાયણ રાજનારાયણ, અ.હેડ કોન્સ. અખિલેશકુમાર જગદીશ, અ.હેડ કોન્સ. ત્રીપાલસિંહ રઘુવિરસિંહ તથા અ.પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી અમિત ઉર્ફે કાણીયો ઉર્ફે ભીમ હરીશચન્દ્ર સહાની ઉ.વ.૩૬, રહે. મકાન નં.૧૦૫, રાજીયાબીબીની ચાલી, સંતોષીનગરની પાસે, સતાધાર રોડ, અમરાઇવાડી, અમદાવાદ શહેર. મુળ રહે. ગામ:શીકરીગંજ, તા.સંતકબીરનગર, જી. બસ્તી, ઉત્તરપ્રદેશને ઓઢવ, નવરંગ ચાર રસ્તા ખાતેથી તા.૨૮/૦૭/૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપી અમિત સહાની મે-૨૦૨૨ માં તેના મિત્ર કરણને મળવા અમદાવાદ ખાતે આવેલ. બાદ તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત આરોપી અમિત તથા તેના મિત્રો કરણ, ભવેશ ઉર્ફે ભાવલો કાનજીભાઇ પરમાર, પ્રકાશચન્દ્ર ઉર્ફે પકો ખુશાલભાઇ પરમાર, હાર્દિક સુરેશભાઇ પરમાર એ રીતેના તમામ એક્ટીવા તથા મોટર સાયકલ ઉપર બેસી કઠવાડા તરફ ગયેલ. આ વખતે કરણે જણાવેલ કે, એક એક્ટીવા ઉપર રોકડ રૂપિયા સાડા ચાર લાખ લઇ એક કાકા આવવાના છે. જે કાકાનો પીછો કરી તેઓની પાસેની બેગ ઝુંટવી લેવાની છે. જે મુજબ લૂંટ કરવાનું નક્કી કરી આ એક્ટીવા ચાલક કાકા આવતા તેઓના એક્ટીવાનો પીછો કરી કરણે આ કાકાના એક્ટીવા સાથે એક્ટીવા અથડાવી તેઓને નીચે પાડી દીધેલ. તેમજ આરોપી અમિત સહાનીએ તે કાકાની પાસેનો સાડા ચાર લાખ રૂપિયા ભરેલ થેલો ચૂંટવી લીધેલ. બાદ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલ હતા. જે લૂંટની રકમમાંથી રૂ.૧૦,૦૦૦/- ઉપરોક્ત પકડાયેલ આરોપી અમિતને મળતા તે તેના વતન ખાતે જતો રહેલ હતો. ઓઢવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩ ૭૨૨૦૪૯૫/૨૨ ઇપીકો કલમ ૩૯૪, ૧૨૦(બી), ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ હતો. જે ગુનામાં અન્ય તમામ આરોપીઓ પકડાઇ ગયેલ હતા. જેઓની પૂછપરછ દરમ્યાન ઉપરોક્ત આરોપીનું પણ નામ ખુલવા પામેલ હતું. જેથી આરોપી અમદાવાદ ખાતે આવતો ન હતો અને તેના વતન ઉત્તર પ્રદેશ ખાતે રહેતો હતો. ઉપરોક્ત પકડાયેલ આરોપીને ઓઢવ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના કામે સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૪૨૦૦૧૧૫/૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૩ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) તથા અનુસુચિત જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ અધિનિયમ ૩(૨)(વીએ)(વી), ૩(૧)(આર), ૩(૧)(ડી) મુજબ.

(૨) અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૪૨૦૦૨૯૮/૨૦૨૦ ઇપીકો કલમ ૩૨૩, ૩૦૭, ૨૯૪(ખ), ૫૦૩ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) તથા અનુસુચિત જાતી અને અનુ. જન જાતી પ્રતિબંધ અધિનિયમ ૩(૨)(વીએ)(વી), ૩(૧)(આર), ૩(૧)(ડી) મુજબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com