અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે દંપતી સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. કલોલ અને મહેસાણાના બે એજન્ટ સામે કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે કપલ સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થઇ હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અમેરિકાના વિઝા અપાવવા માટે લેભાગુ એજન્ટ ટોળકીએ બંને કપલને કોલંબો લઇ જઇ સાડા ત્રણ મહિના રખડાવ્યા હતાં. આખરે વિઝા નહીં મળતાં પોતાના પૈસે વિલા મોઢે ચારેય જણાને પરત ફરવુ પડ્યું હતું. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે મહેસાણા અને કલોલના બે એજન્ટો સામે ગુનો દાખલ કર્યો છે. અમેરિકા જવાની લ્હાયમાં કડી કલોલના બે દંપતીઓને લાખો ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલમાં રહેતા જીજ્ઞેશ હર્ષદભાઈ બારોટે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદ કરી કે, કલોલના કમલેશ બારોટ અને રાજેશ ઉર્ફે વીરા છગનભાઈ વિદેશમાં મોકલવાનું કામ કરે છે. જીજ્ઞેશભાઈએ પોતાના જ્ઞાતિના હોઈ બંને સામે વિદેશ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી તેઓએ યુરોપના વિઝા સરળતાથી મળી જશે તેવુ જણાવ્યુ હતું. આમ કહીને પહેલા કટકે કટકે તેમની પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેના બાદ વીઝા રિજેક્ટ થવાનું કહીને રૂપિયા પરત નહિ મળે તેવુ જણાવ્યું. આ બાદ જિગ્નેશ અને તેની પત્નીને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. આ માટે જિજ્ઞેશ તૈયાર થયો હતો, અને એજન્ટોએ વધુ પ્રોસિજર હાથ ધરી હતી. આ બાદ બંને એજન્ટોએ જિજ્ઞેશને ફસાવ્યા હતા. વિઝા લેવા કોલંબો જવુ પડશે તેવુ કહીને પતિ પત્નીને મુંબઈથી કોલંબોની ફ્લાઈટમાં બેસાડી હતી. 12 એપ્રિલના રોજ દંપતી કોલંબો ગુય હતું. જ્યાં તેઓને રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં પહેલેથી જ કડીના હર્ષદભાઈ ગુણવંતભાઈ પટેલ અને તેમના પત્ની ત્યા હતા. આમ, બંને દંપતીને એજન્ટોએ કહ્યુ હતું કે, તમને અહીથી વિઝા મળી જશે. પરંતુ આ ચારેય જણાની હાલત બગડી હતી. બંને કપલને બે ત્રણ મહિના કોલંબો ઉપરાંત અન્ય જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. તેઓને અસંખ્ય જગ્યાઓએ વિઝા માટે રખડવામાં આવ્યા. તેમને વિઝાની લાલચ આપવામાં આવી. તેઓને ભૂખ્યા તરસ્યા રાખવામાં આવ્યા હતા. એજન્ટના મળતીયા યુનીશ અને રાજેશ વીરા છગન સાથે વાત કરી યુએસ બોર્ડર ક્રોસ કરાવી મેક્સિકો થઈ એક કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. આખરે સાડા ત્રણ મહિના સુધી વિઝા આપવાની લાલચ આપી રખડતા રાખ્યા બાદ વિઝા નહીં મળે તેમ કહી એજન્ટ કમલેશ બારોટ અને તેના મળતિયાએ હાથ અધર કરી દીધા હતા. તો આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કડી કલોલના દંપતીને અમેરીકાના સ્વપ્ન બતાવનારો એક આરોપી પકડાયો છે. વિદેશ મોકલવાનુ કહી 16 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસ એક્ટિવ થઈ છે. સાડા ત્રણ મહિના બહાર ફેરવી દંપતી પરત ઘરે આવ્યું છે. કમલેશ બારોટ મહેસાણા અને રાજેશ છગનભાઈ કલોલના રહેવાસી સામે ગુનો નોધાયો છે. ગાંધીનગર એલસીબી આરોપીની પુછપરછ શરુ કરી છે. ગઈકાલે મોડી રાતે કોર્ટમા રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.