એન.સી.પી. અને આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા : શક્તિસિંહ

Spread the love

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં એન.સી.પી. અને આપ પક્ષના હોદ્દેદારો – પદાધિકારીઓ વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાત ના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાના યજ્ઞને વેગ મળશે. એન.સી.પી. અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છીએ ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.કોંગ્રેસમાં જોડાયેલા એન.સી.પી. અને આપના ૧૦૦૦ થી વધુ પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની ગુજરાત ની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનાર નો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. ૨૦૧૩-૧૪માં ગેસ નો બાટલો ૪૦૦ માં હતો આજે ૧૧૦૦ ની ઉપર ભાવ છે બ્રિજ નાં ઉદઘાટન પેહલા એ તૂટી જાય છે સેવાની સાધના નાં યજ્ઞ માં મોટી સંખ્યમાં લોકો જોડાયા તમામ નું સ્વાગત કરું છું મજબૂતીથી સેવા કરવાનું બળ મળવાનું છે. ક્યાંક અન્યાય થયો હોય તો તેની સાથે આપણે ધર્મ-જાતિ નહિ જોઈએ અને અંત સુધી લડશું આશા વર્કર, આંગણવાડી બહનો નાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. પહેલા કહ્યું હતું કે એક પત્ર લખજો ભાઈ બેઠો છે પણ આજે કોઈ ભાઈ જવાબ આપતો નથી. મણિપુર માં જે ઘટના બની તેનાથી શરમથી માથું ઝુકી જાય છે લંડન ની સંસદ માં મણિપુર ની ચર્ચા થાય છે પણ અહીં કોંગ્રેસ ને સાંસદ માં બોલવા દેવતા નથી કોંગ્રેસમાં મોટા પાયે એન.સી.પી. અને આપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. મણિપુર અંગે ચર્ચા થાય એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા દુનિયાએ જે ઘટનાની નોંધ લીધી એની ચર્ચા આપણી સંસદમાં થવી જોઈએ સરકારે કહ્યું ટૂંકી મુદતમાં ચર્ચા થાય, નાની ઘટના હોય ત્યારે ટૂંકી મુદ્તમાં ચર્ચા થાય શું મણિપુરની ઘટના નાની છે? અમે સહમત થઇએ તો મેસેજ જાય કે અમે મણિપુરને સામાન્ય લઈએ છીએ સરકાર કોઈપણ પ્રકારે માનતી ના હતી એટલે મજબૂર કરવા અવિશ્વાસ લાવ્યા અવિશ્વાસ પ્રસ્તાવ પસાર નથી થવાનો પરંતુ ચર્ચા થાય એટલે લાવ્યા છીએ. એન.સી.પી.ના અમદાવાદ શહેરના પ્રમુખ અને પ્રવક્તાશ્રી આકાશ સરકારની સાથે અમદાવાદ શહેરના ઉપપ્રમુખશ્રી નલિન રાઠોડ, મહામંત્રી સમિર પટેલ, મંત્રી પરેશ દૂધાત, મહિલા પ્રમુખશ્રઈ કાશ્મીરા પરમાર, મહામંત્રીશ્રી પલ્લવીબેન સોલંકી, સંગઠન મંત્રીશ્રી અભી ગજ્જર, વોર્ડ પ્રમુખશ્રી હારુનભાઈ પઠાણ, વોર્ડ પ્રમુખશ્રી જયેશભાઈ પરમાર, ચેરમેન એસ.સી. સેલશ્રી નટુભાઈ પંડ્યા, માયનોરીટી પ્રમુખશ્રી શેખ મોહમંદ હનીફ સહિત ૧૦૦૦ થી વધુ કાર્યકર્તા ભાઈ-બહેનો કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ૧૦૦ થી વધુ હોદ્દેદારો જેમાં વર્ષાબેન, ગૌરીબેન, રાણાભાઈ ભરવાડ, રચનાબેન, સંકુતલાબેન, સરોજબેન, રઘુવીર ભરવાડ, નવગણભાઈ સહિત કાર્યકર્તા ભાઈ-બહેનો કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા હતા. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજયગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રવક્તાશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા, શ્રી રત્નાબેન વોરા, હરેશભાઈ કોઠારી, શ્રી બળદેવ લુણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ તમામ આગેવાનો-કાર્યકરોને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com